રહાણેની હાફ સેન્ચુરી, પણ કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટને લીધે કેકેઆર અંકુશમાં

કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે અહીં પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા બાદ છેવટે 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને 175 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
અંકુશમાં રહેલા કેકેઆરના આ પોણાબસો રનમાં કેકેઆરના કૅપ્ટન અજિંક્ય રહાણે (56 રન, 31 બૉલ, ચાર સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને ઓપનર સુનીલ નારાયણ (44 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ હતી. રહાણેએ 31 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
એ પહેલાં, વિકેટકીપર ક્વિન્ટન ડિકૉક ફક્ત ચાર રન બનાવ્યા બાદ જૉશ હૅઝલવૂડના બૉલમાં વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ થયો હતો.
આ પણ વાંચો: બેન્ગલૂરુનો નવો કૅપ્ટન રજત પાટીદાર ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી
અંગક્રિશ રઘુવંશી (30 રન, બાવીસ બૉલ, એક સિક્સર, બે ફોર)નું પણ કેકેઆરના 174 રનમાં સાધારણ યોગદાન હતું. તેમને બાદ કરતા વેન્કટેશ ઐયર (છ રન), આન્દ્રે રસેલ (ચાર) અને રમણદીપ સિંહ (છ અણનમ) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
આરસીબી વતી છ બોલરમાં કૃણાલ પંડ્યા (29 રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ હતો. હૅઝલવૂડે બે વિકેટ તેમ જ રસિખ સલામ, યશ દયાલ તથા સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. લિઆમ લિવિંગસ્ટનને વિકેટ નહોતીમ મળી.
એ પહેલાં, શાનદાર ઓપનિંગ કાર્યક્રમ પછી ટૉસ ઉછાળવામાં આવ્યો હતો અને બેન્ગલોરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.
કેકેઆરના નવા સુકાની અજિંક્ય રહાણેએ સિક્કો ઉછાળ્યો હતો અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના નવા સુકાની રજત પાટીદારે હેડ'નો કૉલ આપ્યો હતો.
હેડ’ પડતાં પાટીદાર ટૉસ જીત્યો હતો અને ફીલ્ડિંગ પસંદ કરીને કેકેઆરને પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.
2008ની સૌપ્રથમ આઇપીએલની સૌથી પહેલી મૅચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ હતી અને ત્યાર બાદ 18મા વર્ષે ફરી એકવાર આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો કેકેઆર-આરસીબી વચ્ચે નિધાર્યો હતો.
પાટીદારે કહ્યું હતું કે પિચ બહુ સારી લાગી રહી છે અને એના પર ફાસ્ટ બોલર્સને ઘણો ફાયદો થશે. આરસીબીનું નેતૃત્વ સંભાળવામાં ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.’ રહાણેએ જણાવ્યું હતું કેઆ ઉત્કૃષ્ટ ટીમનું સુકાન સંભાળવામાં ગૌરવ અનુભવું છું. અમારી પાસે પણ બે સ્પિનર ઉપરાંત ત્રણ ફાસ્ટ બોલર છે.’
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
બેન્ગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), વિરાટ કોહલી, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ દર, સુયશ શર્મા, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ.
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), વેન્કટેશ ઐયર (વાઇસ-કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, આન્દ્ર રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને સ્પેન્સર જૉન્સન.