IPL 2025

IPL 2025: ગુજરાત ટાઇટન્સની તાકાત વધુ વધશે; આ સાઉથ આફ્રિકન બોલર ટીમમાં જોડાઈ શકે છે

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ટાઈટલ માટે ટીમને મજબુત દાવેદાર માનવામાં અવી રહી છે. એવામાં ટીમની તાકાત વધુ વધી શકે છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કગીસો રબાડા ટીમ (Kagiso Rabada) માં સામેલ થઇ શકે છે.

ડ્રગ્સ લેવા બદલ કગીસો રબાડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે રબાડા પર લાગવવાના આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેણે ડ્રગ એબ્યુઝ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કરી લીધો છે, જેના પછી આ ખેલાડી હવે IPL માં ભાગ લઇ શકે છે.

આ પણ વાંચો: ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!

આ સિઝનમાં બે મેચ રમી

કગીસો રબાડા આ IPL સીઝનની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સ માટે બે મેચ રમી ચુક્યો છે. રબાડાએ પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે અને બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી હતી. ત્યાર બાદ રબાડાને દક્ષિણ આફ્રિકા પરત બોલાવવામાં આવ્યો, કારણ કે તે પ્રતિબંધિત પદાર્થોના સેવન માટે દોષીત સાબિત થયો હતો. રબાડાએ ડ્રગ્સ સેવન કર્યું હોવાથી, નિયમ મુજબ તેને થોડા સમય માટે ક્રિકેટથી દૂર રાખવામાં આવ્યો હતો.

ડોપિંગ ટેસ્ટ પોઝીટીવ આવ્યો

આ વર્ષે જાન્યુઆરીમાં કાગીસો રબાડાએ SA20 ટુર્નામેન્ટ દરમિયાન ડોપિંગ ટેસ્ટ કરાવ્યો હતો, આ ડોપિંગ ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું. આ કારણે, દક્ષિણ આફ્રિકાના એન્ટી ડોપિંગ નિયમો અનુસાર, રબાડા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ક્રિકેટ રમવાની મંજુરી મળી

રબાડાએ દક્ષિણ આફ્રિકામાં ડ્રગ એબ્યુઝ ટ્રીટમેન્ટ પ્રોગ્રામના બે સેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા, જેના પગલે તેમનું સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું. આ સસ્પેન્શન હટાવવા સાથે, રબાડાને હવે IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે રમવાની પરવાનગી મળી ગઈ છે. રબાડા ગુજરાત ટાઇટન્સની આગામી મેચોમાં જોવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button