IPL 2025

આ ટોચનો ફાસ્ટ બોલર આઇપીએલમાં પહેલા બે અઠવાડિયા કદાચ નહીં રમે…

મુંબઈઃ જસપ્રીત બુમરાહ પીઠના દુખાવામાંથી હજી પૂરેપૂરો મુક્ત નથી થયો અને તે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલની 2025ની સીઝનમાં પહેલા બે અઠવાડિયા કદાચ નહીં રમે એવો અહેવાલ બહાર આવ્યો છે.

Also read : એશિયા કપ પહેલાંની ‘તૈયારી’: એસીસીમાં શુક્લા અને શેલાર કરશે ભારતનું પ્રતિનિધિત્વ…

બુમરાહ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં સિડની ખાતેની છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે નહોતો રમી શક્યો અને ત્યારથી તેને આ ઈજા સતાવે છે. ભારતે એ મૅચ અને સિરીઝ 1-4થી ગુમાવી હતી.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે બુમરાહ હજી પૂરી ક્ષમતા અને પૂરી તાકાતથી બોલિંગ નથી કરી શકતો. મેડિકલ ટીમની દેખરેખમાં તે પ્રૅક્ટિસ કરતો રહેશે અને પૂર્ણ ફિટનેસ વહેલાસર મેળવવાનો પ્રયત્ન કરશે.

જો બુમરાહ સમયસર ટીમમાં સામેલ નહીં થઈ શકે તો મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)એ શરૂઆતની એ મૅચો માટે તેનો વિકલ્પ શોધી રાખવો પડશે.

એક જાણીતા અખબારને બીસીસીઆઇના એક સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે `બુમરાહના મેડિકલ રિપોર્ટ સારા છે, તેણે બોલિંગ કરવાનું શરૂ પણ કર્યું છે, પરંતુ આઇપીએલમાં શરૂઆતની અમુક મૅચોમાં તે મોટા ભાગે નહીં રમી શકે.

આઇપીએલનો આરંભ બાવીસમી માર્ચે થશે અને મુંબઈની પ્રથમ મૅચ 23મી માર્ચે ચેન્નઈમાં સીએસકે સામે રમાશે. જોકે બુમરાહ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રમવા આવશે એવું અત્યારે લાગે છે.

Also read : હવે આ જાણીતો ક્રિકેટર ક્રિકેટ બાદ ગ્લેમરની દુનિયામાં અજમાવશે નસીબ…

પહેલા બે અઠવાડિયામાં મુંબઈની ટીમ ચાર મૅચ રમશે.
બીસીસીઆઇના સૂત્રએ એવું પણ જણાવ્યું છે કે ક્રિકેટ બોર્ડ બુમરાહ તેમ જ મોહમ્મદ શમીની ફિટનેસની બાબતમાં ખૂબ સતર્ક રહેવા માગે છે, કારણકે આઇપીએલ પછી ભારતની ટેસ્ટ ટીમ પાંચ ટેસ્ટ રમવા ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે એટલે એમાં બુમરાહ-શમી પૂરેપૂરા ફિટ હોવા જોઈશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button