IPLમાં ચીયરલીડર્સને એક મેચ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે?

હાલમાં આઈપીએલ-2025 (IPL-2025)ની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ વર્લ્ડમાં અલગ અલગ રેકોર્ડ બનતાં હોય છે. આ આઈપીએલ જોનારાઓને એ વસ્તુનો ખ્યાલ હશે જ કે આઈપીએલમાં દરેક ટીમે ચીયર લીડર્સ હાયર કરી છે, પરંતુ શું તમને ખબર છે કે આઈપીએલમાં આ ચીયરલીડર્સને કેટલો પગાર આપવામાં આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
તમને જાણીને નવાઈ લાગશે કે એક ચીયરલીડર આઈપીએલની એક સિઝનમાં બેથી 4 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક મેચ માટે ચીયર લીડર્સને 12થી 15 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવે છે. આઈપીએલ ચીયરલીડર્સ એક સિઝનમાં વધુમાં વધુ સાડાત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એક ટીમ ગ્રુપ સ્ટેજમાં 14 મેચ રમે છે.

આઈપીએલમાં દરેક ટીમ પોતાની મેચ માટે ચીયરલીડર્સને હાયર કરે છે અને તેઓ પણ ટીમની સાથે જ ટ્રાવેલ કરે છે. આનો અર્થ એ થયો કે એક ટીમ સાથે દરેક મેચમાં એ જ ચીયરલીડર્સ છે, પછી મેચ ભલે ગમે ત્યાં પણ રમાતી હોય. રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સની ચીયરલીડર્સને એક મેચ માટે 20,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. એ હિસાબે તો એમઆઈની ચીયરલીડર સિઝનમાં 2.8 લાખ રૂપિયા કમાવી શકે છે.
શાહરુખ ખાનની ટીમ કેકેઆર પોતાની ચીયરલીડર્સને સૌથી વધુ પેમેન્ટ આપે છે. કેકેઆરની ટીમ પોતાની ટીમની ચીયરલીડરને 25,000 રૂપિયા ચૂકવે છે એટલે તેમની ચીયરલીડર એક સિઝનમાં 3.2 લાખ રૂપિયા સુધીની કમણી કરી શકે છે. સીએસકેની ટીમ પોતાની ચીયરલીડર્સને 17 હજાર રૂપિયા આપે છે જ્યારે બાકીની ટીમો પોતાની ચીયરલીડર્સને 12થી 14 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ આપે છે.
વાત કરીએ મેચના સૌથી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ એટલે કે અમ્પાયરની. અમ્પાયરને સૌથી ચીયરલીડર્સ કરતાં વધારે પૈસા આપવામાં આવે છે, કારણ કે તેમની જવાબદારી ખૂબ જ વધારે હોય છે. અમ્પાયરને એક મેચ માટે 3.4 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. રિપોર્ટસની વાત પર વિશ્વાસ કરીએ તો આઈપીએલની ફાઈનલ મેચમાં સાત લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે.
આપણ વાંચો : બાંગડની પુત્રમાંથી બનેલી પુત્રી અનાયા પહોંચી ગઈ સરફરાઝ ખાનના ઘરે, ખૂબ ધમાલ-મસ્તી કરી…