આ તારીખથી ફરી શરુ થશે IPL, આ તારીખે રમશે ફાઈનલ; જુઓ શેડ્યુલ...

આ તારીખથી ફરી શરુ થશે IPL, આ તારીખે રમશે ફાઈનલ; જુઓ શેડ્યુલ…

મુંબઈ: ભારતે પાકિસ્તાન સામે શરુ કરેલા ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની બાકીની મેચ મુલતવી રાખી હતી. હવે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા બાદ હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ IPL ની બાકીની મેચો માટેનું શેડ્યુલ જાહેર કર્યું છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે BCCI IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. બાકીની મેચો 17 મેથી શરૂ થશે, 3 જૂને ફાઇનલ મેચ રમાશે. કુલ 6 સ્થળોએ કુલ 17 મેચ રમાશે. સુધારેલા શેડ્યુલમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, આ મેચો બે રવિવારે રમાશે.

પ્લેઓફ માટેનું શેડ્યૂલ નીચે મુજબ છે:

ક્વોલિફાયર 1 – 29 મે
એલિમિનેટર – 30 મે
ક્વોલિફાયર 2 – 1 જૂન
ફાઇનલ – 3 જૂન

8 મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ રમાઈ રહી હતી પરંતુ એ સમયે ઇન્ટરનેશનલ બોર્ડર અને LoC પર પાકિસ્તાને ડ્રોન હુમલો શરુ કરતા સુરક્ષા કારણોસર મેચ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાકીની મેચો મુલતવી રાખવામાં આવી હતી.

Back to top button