IPL 2025

IPL 2025 ના પહેલા હાફમાં આ સ્ટાર ખેલાડીઓ નહીં રમી શકે! આ ફ્રેન્ચાઈઝીઓની ચિંતા વધી…

મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે ગત એક મહિનો રોમાંચથી ભરપુર રહ્યો, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઘણી રસાકસી ભરી મેચો જોવા મળી. ODI બાદ હવે T20 ક્રિકેટનો ફિવર જોવા મળશે. 22 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝન શરુ થવા જઈ રહી છે, જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ રોમાંચક મેચોની અપેક્ષા છે. જોકે IPL સિઝન શરૂ થાય તે પહેલાં જ, એવા કેટલાક અહેવાલો મળી રહ્યા છે, જેને કારણે ચાહકોને નિરાશા થઇ શકે છે.

Also read : IPL 2025 દરમિયાન થતી રહેશે ટેસ્ટ મેચની પ્રેક્ટિસ ! ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI બનાવી રહી છે નવી યોજના

હેરી બ્રુક અને લિઝાડ વિલિયમ્સ જેવા સ્ટાર ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે કેટલાક ખેલાડીઓનું આ ટુર્નામેન્ટના પહેલા હાફમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલીક ટીમોને મોટો ફટકો પડી શકે છે.

જસપ્રીત બુમરાહ:

mumbai indians

ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah)ને મેચ વિનર ખેલાડી છે. મુંબઈ ઇન્ડિયન્સે (Mumbai Indians) તેને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહને પીઠમાં ઈજા થઇ હતી. જાન્યુઆરીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ ઘાયલ થઈ ગયો હતો. ત્યાર બાદ તે ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ન રમી શક્યો. અહેવાલો મુજબ બુમરાહ IPLની શરૂઆતની કેટલીક મેચો પણ નહીં રમી શકે.

મયંક યાદવ:

LSG

લખનઉ સુપર જાયન્ટ્સનો 22 વર્ષીય બેટર મયંક યાદવ (Maynak Yadav) હાલ ઈજાગ્રસ્ત છે, તેનું IPL 2025 ના પહેલા હાફમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. બેંગલુરુમાં BCCI ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ની મેડિકલ ટીમે મયંકને હજુ સુધી ફિટ જાહેર કર્યો નથી. મયંકે લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) માટે તેની પહેલી સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી, મયંકની ગેરહાજરીથી ટીમને મોટો ફટકો પડી શકે છે.

મિશેલ માર્શ:

Betbarter


લખનઉ સુપર જાયન્ટ્સ માટે વધુ એક ચિંતાના અહેવાલ છે, ઓસ્ટ્રેલિયનો અનુભવી 33 વર્ષીય ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) પણ ઈજાગ્રસ્ત છે. મિશેલ માર્શ સંપૂર્ણપણે ફિટ નથી અને હજુ સુધી સ્પષ્ટ નથી કે તે આગામી સિઝનમાં રમી શકશે કે નહીં. નોંધનીય છે કે ઈજાને કારણે માર્શ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ રમી શક્યો ન હતો.

Also read : IPL 2025: ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક? અમદાવાદની કંપની ખરીદશે 67 ટકા હિસ્સો

જોશ હેઝલવુડ:

onecricket

IPLની 18મી સીઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે પણ ચિંતાના સમાચાર છે. દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) ફીટ નથી. ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન હેઝલવુડને ઈજા થઇ હયી, જેને કારણે તે છેલ્લી બે ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. હેઝલવુડ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ન રમી શક્યો. તેની ફિટનેસમાં સુધારા અંગે અંગે હજુ સુધી કોઈ ખાસ અપડેટ મળ્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button