
જયપુરઃ આજે આઈપીએલની મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી 47મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 209 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શનનો સિંહ ફાળો રહ્યો હતો. 210 રનનો પીછો કરવા આવેલી રાજસ્થાનની ટીમે શરૂઆત ઝંઝાવાતી કરી હતી, જેમાં જયસ્વાલ અને સૂર્યવંશી ઝળક્યા હતા. આજની મેચમાં વૈભવે એક કરતાં અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા, પરિણામે રાજસ્થાન રોયલ્સની 8 વિકેટથી ભવ્ય જીત થઈ હતી.
ચાર ઓવરને અંતે 60 રન બનાવ્યા
ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી એ આક્રમક શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા, જેમાં વૈભવે અડઘો અડધ રનથી વધુ રનનુ યોગદાન આપ્યું હતું. ચાર ઓવરને અંતે રાજસ્થાને 60 રન બનાવ્યા હતાં.

17 બોલમાં હાફ સેન્ચુરીનો વિક્રમ
14 વર્ષના વૈભવ સૂર્યવંશી એ આક્રમક રમત રમતા 17 બોલમાં 50 રન પૂરા કરીને નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. આગળ આક્રમક રમત રમતા વૈભવે 20 બોલમાં બાવન રન ફટકાર્યા હતા, જેમાં 6 સિક્સર અને ત્રણ ચોગ્ગા સમાવેશ થયો હતો. રાજસ્થાન રોયલ્સ ટીમ વતીથી 6 ઓવરમાં 87 રન બનાવ્યા હતા. નાની ઉંમરમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો વિક્રમ બનાવ્યો છે.
50 રન ફટકારી આ બધા બેટરનો તોડ્યો વિક્રમ
રાજસ્થાન વતીથી વૈભવે ઝડપી હાફ સેન્ચુરી બનાવીને નિકોલસ પૂરન (18 બોલમાં 50), અભિષેક શર્મા (19 બોલમાં) અને પ્રિયાશ આર્યા (19 બોલમાં 50),નીતીશ રાણા(21)નો રેકોર્ડ તોડ્યો છે. આગળ રમત રમતા બંનેએ 10 ઓવરમાં 144 રન બનાવ્યા હતાં. 14.4 રન રેટથી રમતા રાજસ્થાનને નવું જોમ આપ્યું હતું.
35 બોલમાં ફટકારી આક્રમક સદી
વૈભવે 35 બોલમાં સદી ફટકારીને ભારતીય ટીમમાં રેકોર્ડ કર્યો હતો. જોકે 38 બોલમાં 111 11 સિક્સર અને 7 ચોગ્ગા બનાવીને આઉટ થયો હતો પણ એની સાથે અનેક નવા વિક્રમ બનાવ્યા હતા. વૈભવે સૌથી નાની વયે અને ઝડપી સદી કરવામાં ક્રિસ ગેલ સિવાય યુસુફ પઠાણ (37 બોલ), ડેવિડ મિલર (38), પ્રિયાંશ આર્યા (39 બોલમાં સદી)નો રેકોર્ડ તોડ્યો હતો.
15 ઓવરમા 199 રન બનાવ્યા
14 ઓવરમાં 183 રન બનાવ્યા હતા, જ્યારે આગળ રમતા 15 ઓવરમાં એટલે 90 બોલમાં 199 રન બનાવ્યા હતા. જયસ્વાલ મજબૂત પ્રદર્શને કમાલ કરી હતી. મેચના અંતે રાજસ્થાને 15.5 ઓવર એટલે 95 બોલમાં 210 રનનો સ્કોર અચીવ કર્યો હતો. મેચને અંતે રિયાન પરાગે 15 બોલમાં 32 અને જ્યસવાલે 40 બોલમાં 70 રન બનાવીને મેચ જીતાડી હતી.