IPL 2025

IPL 2025: RCB એ GTને આટલા રનનો ટાર્ગેટ આપ્યો, સિરાજની ધારદાર બોલિંગ

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 14મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. GTએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.

પહેલા બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા. RCB તરફથી લિયામ લિવિંગસ્ટને ફિફ્ટી ફટકારી, તેણે 40 બોલમાં 54 રનની ઇનિંગ રમી, તેને ઇનિંગમાં એક ચોગ્ગો અને પાંચ છગ્ગા ફટકાર્યાછે.

RCB ની શરૂઆત સારી રહી ન હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માત્રે 6 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. ઇનિંગની બીજી જ ઓવર અરશદે તેણે આઉટ કર્યો. ત્યાર બાદ ફિલ સોલ્ટ (14), દેવદત્ત પડિકલ (4) અને કેપ્ટન રજત પાટીદાર (12) આઉટ થયા. 42 રનમાં RCB ચાર વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ લિવિંગસ્ટન અને જીતેશ શર્માએ ઇનિંગ સંભાળી.

આ પણ વાંચો: IPL 2025: રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બદલાશે, આ દમદાર ખેલાડી સંપૂર્ણ ફીટ

લિવિંગસ્ટન અને જીતેશે પાંચમી વિકેટ માટે 52 રનની પાર્ટનરશીપ કરી. જીતેશે 21 બોલમાં 33 રન બનાવ્યા, તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કૃણાલ પંડ્યા પણ 5 રણ બનાવી આઉટ થયો. બીજી તરફ લિવિંગસ્ટ ટકી રહ્યો. તેણે ટિમ ડેવિડ સાથે મળીને સાતમી વિકેટ માટે 46 રનની પાર્ટનરશીપ કરી. ડેવિડે 20મી ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવીને RCBને સારા સ્કોર સુધી પહોંચાડ્યું.

GT તરફથી મોહમ્મદ સિરાજે ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વિકેટ લીધી અને 19 રન આપ્યા. સાઈ કિશોરે બે વિકેટ લીધી જ્યારે અરશદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button