Video: ચહલે સૂર્યકુમારની વિકેટ લીધી ત્યારે RJ મહવશ ઉછળી પડી; પ્રીતિ ઝિન્ટાએ આ રીતે કરી ઉજવણી

અમદવાદ: ગઈકાલે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની કવોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી, આ રોમાંચક હાઈ સ્કોરિંગ મેચમાં PBKSએ 5 વિકેટે શાનદાર જીત મેળવી. PBKS ફ્રેન્ચાઈઝીના સહ-માલિક પ્રીતિ ઝિન્ટા (Priety Zinta) તરફથી ખેલાડીઓને સતત સપોર્ટ મળતો રહે છે, કવોલિફાયર-2 મેચમાં પણ પ્રીતિ ઝિન્ટા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત PBKSના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal)ની કથિત પાર્ટનર RJ મહવશ (RJ Mahvash) પણ ટીમને ચીયર કરતી જોવા મળી હતી.
મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે જ્યારે MIના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની મહત્વપૂર્ણ વિકેટ લીધી, ત્યારે બંને ખુશીથી ઉછાળી પડી હતી, આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં ફાયર ઈમોજી સાથે લખવામાં આવ્યું, “યુઝવેન્દ્ર ચહલે સૂર્ય કુમારની વિકેટ લીધા પછી આરજે મહવશ અને પ્રીતિ ઝિન્ટાની પ્રતિક્રિયા…”
યુઝવેન્દ્ર ચહલ મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે RJ માહવાશ સાથેના તેના સંબંધ પણ સતત ચર્ચામાં રહ્યા છે. IPL 2025 સીઝન દરમિયાન, મહવશ નિયમિત રીતે સ્ટેડીયમમાં હાજરી આપતી હતી. જેના કારણે બંને વચ્ચે ડેટિંગની ખબરોને વધુ વેગ મળ્યો છે. જોકે બંનેમાંથી કોઈએ રિલેશનની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો: મેચ જિત્યા બાદ Preity Zintaએ આ કોને આંખ મારી? ફોટો થયા વાઈરલ…
ભલે મહવાશે ચહલ સાથેના તેના સંબંધોની જાહેરમાં પુષ્ટિ કરી નથી, પરંતુ તે ઇન્ટરવ્યુમાં ચહલ વિષે લાગણીઓ સાથે વાત કરે છે.
છેલ્લા ઘણા વર્ષોથી પ્રીતિ ઝિન્ટા માત્રે IPL દરમિયાનન ટીમને સપોર્ટ કરવા મેદાનમાં જોવા મળશે. એવામાં હવે અહેવાલો છે કે પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં ‘લાહોર 1947’ ફિલ્મ સાથે કમબેક કરશે.