IPL 2025

IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 સિઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, કોઈપણ સીઝનની પહેલી મેચ પહેલા સ્ટેડીયમમાં ઓપનીંગ સેરેમની (IPL opening ceremony)નું આયોજન કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ વખતે એક નહીં પણ 13 સેરેમની યોજાશે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ IPLની આ સિઝન માટે અલગ જ યોજના બનાવી છે. IPL 2025 સિઝન દરમિયાન દરેક સ્ટેડિયમમાં પહેલી મેચ પહેલા સેરેમની યોજાશે.

IPLની 18 ની સિઝન દરમિયાન કુલ 13 સ્ટેડીયમમાં મેચ રમાવાની છે, અહેવાલ મુજબ આ તમામ સ્ટેડીયમમાં સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચ પહેલા, અગ્રણી કલાકારોના પરફોર્મન્સ સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

એક અહેવાલમાં BCCIના સુત્રોની ટાંકીને જણાવવામાં આવ્યુ કે ટુર્નામેન્ટ દરમિયાન દરેક સ્ટેડિયમમાં દર્શકો ઉદઘાટન સમારોહનો આનંદ માણી શકે એ માટે દરેક સ્થળે કાર્યક્રમો માટે રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારોની એક લાઇન-અપ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો…IPL 2025: KKR vs LSG મેચ બાબતે મડાગાંઠ, શેડ્યુલમાં થઈ શકે છે ફેરફાર, જાણો શું છે કારણ

કોલકાતામાં શ્રેયા ઘોષાલ અને દિશા પટણીનું પરફોર્મન્સ:
IPL 2025 ની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનીંગ સેરેમની યોજાશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના ચેરમેન સ્નેહાશિષ ગાંગુલીએ આ વાતની પુષ્ટિ કરી છે.

KKR vs RCB મેચ પહેલા 35 મિનિટની ભવ્ય સેરેમની યોજાશે જેમાં પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેત્રી દિશા પટણી પરફોર્મ કરી શકે છે. આ કાર્યક્રમમાં ICC ચેરમેન જય શાહ અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button