IPL 2025: લખનઉને જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 216 રનનો લક્ષ્યાંક

મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચમાં ધીમે ધીમે મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વતીથી રિકલ્ટન, સૂર્યા કુમાર યાદવે મજબૂત ઈનિંગ રમવાને કારણે મજબૂત સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. લખનઉ (LSG)ને જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે 216 રનનો સ્કોર આપ્યો છે, જ્યારે લખનઉની ટીમે આક્રમક શરુઆત કરી હતી. બે ઓવરમાં 18 રન બનાવ્યા હતા.
ઋષભ પંતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 215 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ વતીથી રિયાન રિકલ્ટને 58 રન તથા સૂર્યકુમાર યાદવે 54 રન ફટકાર્યા હતા, જ્યારે લખનઉ વતીથી મયંક યાદવ અને અવેશ ખાને બબ્બે-બબ્બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. લખનઉ વતીથી મયંક યાદવ (2), પ્રિન્સ યાદવ (1), દિવ્યેશ રાઠી (એક), રવિ બિશ્નોઈ (એક) અને અવેશ ખાન (2) એમ તમામ બોલરને વિકેટ મળવામાં સફળતા રહી હતી.
રિકલ્ટન અને સૂર્યકુમાર યાદવે ફટકારી આઠ સિકસર
મુંબઈની ટીમમાં રિયાન રિકલ્ટન અને સૂર્ય કુમાર યાદવ બંને હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યા હતા. પહેલી દસ ઓવરમાં મુંબઈની મહત્ત્વની ચાર વિકેટ પડી હતી, જેમાં 33 રનના સ્કોરે પહેલી વિકેટ રોહિત શર્મા (2.5 ઓવરમાં પાંચ બોલમાં 12 રન), 88 રનના સ્કોરે રિયાન રિકલ્ટન (32 બોલમાં ચાર સિક્સર છ ચોગ્ગાની સાથે 58 રન)ની વિકેટ દિવ્યેશ રાઠીએ લીધી હતી. બીજી બાજુ વિલ જેક્સની વિકેટ પ્રિન્સ યાદવે ઝડપી હતી, જેને 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. મુંબઈની મહત્ત્વની વિકેટ અવેશ ખાને લીધી હતી, જેને 28 બોલમાં 54 રન ફટક્રાયા હતા, જેમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.
કેપ્ટન હાર્દિક પંડ્યા સસ્તામાં આઉટ
મુંબઈ ઈન્ડિયન્સમાં ફુલ ફોર્મમાં રહેલા કેપ્ટન હાર્દિક પંડ્યા આક્રમક શોટ્સ રમવાના મૂડમાં હતા, પરંતુ યંગ બોલર મયંક યાદવે બોલ્ડ કર્યો હતો. પરિણામે પંડ્યા વ્યક્તિગત પાંચ રનનો સ્કોર બનાવીને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. આમ છતાં છેલ્લે છેલ્લે મુંબઈનું પલડું મિડલ ઓર્ડરમાં નમન ધીરે કર્યું હતું. બે સિક્સર બે ચોગ્ગાની મદદથી 11 બોલમાં 20 રન ફટકારીને નોટ આઉટ રહ્યો હતો. મુંબઈની ટીમમાં આ વખતે તિલક વર્માનું બેટ ચાલ્યું નહોતું. પાંચ બોલમાં છ રને રવિ બિસ્નોઈએ વર્માની વિકેટ લીધી હતી. 20 ઓવરમાં મુંબઈ સાત વિકેટે 215 રન બનાવ્યા હતા, જેમાં પાંચ એક્સ્ટ્રા રન મળ્યા હતા.
આપણ વાંચો: MI VS LSG: લખનઉએ ટોસ જીતીને બોલિંગ લીધી, મુંબઈએ રોહિત શર્માની વિકેટ ગુમાવી