IPL 2025: GT સામેની મેચમાં હાર્દિક તો MI માં પરત ફરશે, પણ બુમરાહ ક્યારે આવશે? આસિસ્ટન્ટ કોચે આપ્યો જવાબ…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ(MI)ની શરૂઆત નિરાશાજનક રહી, ગઈ કાલે રમાયેલી મેચમાં MIની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટથી હાર થઇ. આ મેચમાં ટીમને તેના બે મહત્વના ખેલાડીઓ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah)ની કમી વર્તાઈ. મુંબઈ ઈન્ડિયન્સ 29મી માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ (GT) સામે મેચ રમશે. આ મેચમાં હાર્દિક પંડ્યા રમતો જોવા મળશે, પરંતુ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ક્યારે પાછો ફરશે એ અંગે સસ્પેન્સ છે. મુંબઈ ઈન્ડિયન્સના આસિસ્ટન્ટ કોચ પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું છે કે બુમરાહ ક્યારે ટીમમાં જોડાઈ શકશે.
આ પણ વાંચો : સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો
ચાહકોને રાહ જોવી પડશે:
પારસ મ્હામ્બ્રેના જણાવ્યા મુજબ જસપ્રીત બુમરાહને મેદાનમાં જોવા ચાહકોને હજુ રાહ જોવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે જસપ્રીત બુમરાહ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડેમી તરફથી સતત માહિતી મળી રહી છે. જસપ્રીત બુમરાહની રિકવરીથી અમે ખુશ છીએ.
તેમણે કહ્યું, “ હું હાલ કહી શકું એમ નથી કે તે ક્યારે ટીમમાં પાછો ફરશે? ટીમ મેનેજમેન્ટના ટોચના લોકો આ વધુ સારી રીતે કહી શકે છે કારણ કે તેઓ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી સાથે સતત સંપર્કમાં છે. જોકે, હું ઈચ્છું છું કે જસપ્રીત બુમરાહ શક્ય તેટલી વહેલી તકે પાછો ફરે કારણ કે તે ટીમ મહત્વપૂર્ણ ભાગ છે.”
MI માટે બુમરાહ કેમ મહત્વપૂર્ણ?
જસપ્રીત બુમરાહ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. જસપ્રીત બુમરાહ 2013થી IPL રમી રહ્યો છે. જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 133 મેચ રમી છે, જેમાં તેને 22.51 ની એવરેજ અને 7.30 ની ઇકોનોમી સાથે 165 વિકેટ લીધી છે. IPL મેચોમાં તેણે બે વાર 5 વિકેટ લીધી છે.
આ પણ વાંચો :ટ્રેવિસ હેડે ઊંચો છગ્ગો ફટકારીને જોફ્રા આર્ચરને ધોળા દિવસે તારા દેખાડ્યા
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં લસિથ મલિંગા ટોચ પર છે. તેણે IPL કરિયરમાં 170 વિકેટ લીધી હતી. લસિથ મલિંગા પછી જસપ્રીત બુમરાહ બીજા ક્રમે છે. આ સિઝનમાં 6 વિકેટ લેવાની સાથે બુમરાહ MI તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની જશે.