ગુજરાતની હાર પછી નેહરાનો દીકરો રડ્યો, ગિલની બહેનની આંખમાં પણ આંસુ...

ગુજરાતની હાર પછી નેહરાનો દીકરો રડ્યો, ગિલની બહેનની આંખમાં પણ આંસુ…

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): શુક્રવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને આઈપીએલ (IPL-2025)ના રોમાંચક એલિમિનેટર મુકાબલામાં 20 રનથી હરાવી દીધું ત્યારે મુંબઈની ટીમની છાવણીમાં સેલિબ્રેશન ટાઈમ ચાલી રહ્યું હતું, પણ બીજી બાજુ ગુજરાતના ફ્રેન્સ હતાશ હતા અને કેટલાક તો ભાવુક થઈને રડ્યા હતા. (WIPING TEARS) ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને ગુજરાતની ટીમના હેડ-કોચ આશિષ નેહરાનો પુત્ર રડી પડ્યો હતો અને ટીમના કેપ્ટન શુભમન ગિલની બહેન શહનીલથી પણ આંખમાં આંસુ આવતા રોકી શકાયા નહોતા.

2022ના ચેમ્પિયન ગુજરાતની આ હારને લીધે અનેક ચાહકોના દિલ તૂટ્યા હતા. નવાઈની વાત એ છે કે ગુજરાતને હરાવનાર મુંબઈની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હજી 2023ની સાલ સુધી ગુજરાતનો સુકાની હતો અને હવે તેની જ કેપ્ટન્સીમાં મુંબઈએ ગુજરાતને હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધું. શુક્રવારે મૅચનો છેલ્લો બૉલ ફેંકવામાં આવ્યો અને એ સાથે મુંબઈના ખેલાડીઓએ વિજયની ઉજવણી શરૂ કરી.

https://twitter.com/IPL/status/1928518562949509395

ત્યારે બીજી બાજુ ગુજરાત તરફી ચાહકોના સ્ટેન્ડ તરફ કૅમેરા તાકવામાં આવ્યો ત્યારે નેહરાનો પુત્ર રડી રહેલો જોવા મળ્યો હતો. આસપાસના લોકો તેને શાંત રાખી રહ્યા હતા. ખાસ તો તેના પિતા આશિષ નેહરા આ ટીમના હેડ-કોચ હોવા છતાં તેની ટીમ આખી સ્પર્ધામાં સારું રમ્યા પછી હારી ગઈ એ આ બાળકથી જોઈ નહોતું શકાયું અને હતાશામાં તે રડી પડ્યો હતો.

ગુજરાતની ટીમ ઘણા દિવસો સુધી પોઇન્ટ્સ-ટેબલમાં નંબર વન પર રહી અને છેવટે ફાઈનલ સુધી ન પહોંચી શકી એને લીધે એના અનેક ફેન્સ હતાશ હતા. એક સ્ટેન્ડમાં શુભમન ગિલની બહેન શહનીલ પણ આંસુ લૂછી રહેલી જોવા મળી હતી. તેને પણ નજીકના મિત્રો શાંત પાડી રહેલા જોવા મળ્યા હતા.

રોહિત શર્મા મૅન ઑફ ધ મૅચ
મુંબઈએ મૅન ઑફ ધ મૅચ બનેલા રોહિત શર્માના 81 રન અને મુંબઈ વતી પહેલી જ વખત રમી રહેલા જૉની બેરસ્ટોના 47 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન કર્યા હતા. ગુજરાતની ટીમ ઓપનર સાઇ સુદર્શનના 80 રન તથા વૉશિંગ્ટન સુંદરના 48 રન છતાં 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવી શકી હતી અને મુંબઈનો 20 રનથી રોમાંચક વિજય થયો હતો.

સંબંધિત લેખો

Back to top button