IPL 2025

પરાજિત રિષભ પંત પાછો ‘બૉસ’ સંજીવ ગોયેન્કાની ઝપટમાં આવી ગયો?

લખનઊ: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો કેપ્ટન રિષભ પંત ફરી એકવાર આઈપીએલ (IPL)માં ટીમના માલિક સંજીવ ગોયેન્કા (Sanjiv Goenka)ના ક્રોધનો શિકાર થયો છે કે શું? ગઈ કાલે લખનઊમાં એલએસજીની હારને પગલે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ફોટો પરથી એવું લાગી રહ્યું છે કે ગોયેન્કા તેમની ટીમના સુકાની પંત (Rishabh pant) સાથે થોડા ગુસ્સામાં વાત કરી રહ્યા હતા.

https://twitter.com/MufazzalKapadia/status/1907269023555027052

એલએસજીના ફ્રેન્ચાઇઝીએ રિષભ 27 વર્ષના રિષભ પંતને 27 કરોડ રૂપિયાના હાઈએસ્ટ ભાવે ખરીદ્યો છે. તેની કેટલીક ભૂલોને પગલે 24મી માર્ચે લખનઉનો દિલ્હી સામે પરાજય થયો હતો. જોકે 27મી માર્ચે લખનઊએ હૈદરાબાદની મજબૂત ટીમને હરાવી હતી. ત્યાર બાદ હવે લખનઊનો પંજાબ સામે પરાજય થયો છે. લખનઊનો ટૉપ-ઑર્ડર ગઈ કાલે ફલોપ ગયો હતો.

પંતના ત્રણ મૅચમાં કુલ ૧૭ રન

સુકાની પંત ફક્ત બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે આ વખતે પહેલી ત્રણેય મૅચમાં સારું નથી રમી શક્યો.
તેણે ત્રણ મૅચમાં કુલ ૧૭ રન કર્યા છે. જોકે પંતને ફરી ફોર્મમાં આવવા એક-બે સારી ઈનિંગ્સની જરૂર છે.

લખનઊની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં હવે છઠ્ઠા નંબરે ઊતરી

લખનઊની ટીમ પોઇન્ટસ ટેબલમાં છઠ્ઠા નંબર પર જતી રહી છે, જ્યારે પંજાબની ટીમ બંને મૅચ જીતીને બીજા નંબર પર આવી ગઈ છે. લખનઊની ટીમનું ફોર્મ અને પંતની કેપ્ટન્સી ખૂબ ચર્ચામાં છે.

ગોયેન્કાની ફરી એક વાર પંત સાથે જાહેરમાં ચર્ચા

IPL 2025

ગોયેન્કાએ મેદાન પર રિષભ પંત સાથે કથિત ગુસ્સામાં ચર્ચા કરી ત્યાર બાદ પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર સાથે પણ થોડી વાતચીત કરી હતી. જોકે જાહેરમાં કેપ્ટન પંત સાથે ગોયેન્કા દ્વારા આ રીતે વારંવાર ચર્ચા કરવામાં આવે છે એ વિશે સોશિયલ મીડિયામાં ગોયેન્કાની ટીકા થઈ રહી છે.

લખનઊ મંગળવારે કેવી રીતે હાર્યું?

લખનઊના ટૉપ-ઑર્ડરના પાંચમાંથી ત્રણ બૅટ્સમેન સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. લખનઊએ સાત વિકેટે 171 રન કર્યા પછી પંજાબે 16.2 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે 177 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

લખનઊને હવે કેવો ચાન્સ?

લખનઊની ટીમ ત્રણમાંથી બે મૅચ હારી જતા અત્યારે છઠ્ઠા નંબર પર છે. ટીમના બોલર્સ મયંક યાદવ, આકાશ દીપ અને શમાર જોસેફને ઈજા છે. શાર્દુલ ઠાકુર ખૂબ સફળ છે, પરંતુ લખનઊના અન્ય બોલર્સ (રવિ બિશ્નોઇ, આવેશ ખાન દિગ્વેશ રાઠી વગેરે) હરીફ ટીમના બૅટ્સમેનોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. હવે રિષભ પંતે કેપ્ટન હોવા ઉપરાંત બૅટ્સમૅન તરીકે પણ સારું પર્ફોર્મ કરી બતાવું પડશે.

આ પણ વાંચો : IPL 2025: મુંબઈની જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો કોણ છે ટોચ પર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button