સીએસકેનો ફરી કૅપ્ટન બન્યા બાદ ધોનીની પહેલી પ્રતિક્રિયા કેવી હતી, જાણો છો?

ચેન્નઈઃ 2024ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વતી સૌથી વધુ રન બનાવનાર કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (RUTURAJ GAIKWAD) આ વખતે કોણીના ફ્રૅક્ચરને કારણે બાકીની મૅચોમાં નહીં રમે એ સમાચારથી ટીમને ઝટકો લાગ્યો છે અને ટીમના અસંખ્ય ચાહકોને આંચકો લાગ્યો છે, પરંતુ કરોડો ફૅન્સને એ વાતનો આનંદ પણ છે કે તેમનો માનીતો ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (MS DHONI) ફરી ટીમનું સુકાન સંભાળશે. હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે (Stephen Fleming) કૅપ્ટન્સી સંભાળવાનું કહ્યા બાદ ધોનીની પ્રતિક્રિયા કેવી હતી એની વાત કરી છે.
પાંચમાંથી ચાર મૅચ હારનાર સીએસકેની ટીમને ફરી વિજયપથ પર લાવવાનો 43 વર્ષીય ધોની સામે મોટો પડકાર છે. આ જવાબદારી સોંપાયા બાદ ધોનીની પ્રતિક્રિયા કેવી હતી એ વિશે ફ્લેમિંગે પત્રકારોને કહ્યું કે ધોનીએ કંઈ પણ ખચકાટ વગર આ જવાબદારી સ્વીકારી લીધી હતી.’ ફ્લેમિંગે વધુમાં કહ્યું કે ટીમને હાલની મુશ્કેલીમાંથી બહાર લાવીને આગળ લાવવામાં પોતે શું કરવાનું છે એ બાબતમાં ધોનીએ કંઈ પણ ખચકાટ નહોતો વ્યક્ત કર્યો. જોકે અમને તેના આ અભિગમ બાબતમાં કોઈ સંશય પણ નહોતો. અમે (ઋતુરાજના) વૈકલ્પિક ખેલાડીના નામો પર વિચાર કરી રહ્યા છીએ. ટીમમાં જ અમારી પાસે ઘણા સારા ખેલાડીઓ છે. આના પરથી અમે આગામી વર્ષોમાં ટીમને કેવી રીતે સુધારો આપી શકીએ એની યોજના પણ બનાવી શકીશું.’
30મી માર્ચે રાજસ્થાન સામેની મૅચ દરમ્યાન ઋતુરાજને રાજસ્થાનના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેનો બૉલ કોણી પર વાગ્યો હતો. ઋતુરાજે એ મૅચમાં 63 રન કર્યા હતા અને તે એ પછી બીજી બે મૅચ પણ રમ્યો હતો. ધોનીના સુકાનમાં સીએસકે આઈપીએલ (IPL)ના પાંચ ટાઇટલ જીતી ચૂકી છે.
આજે સીએસકેની હોમ-ગ્રાઉન્ડ ચેપૉકમાં કોલકાતા સામે મૅચ છે.
આપણ વાંચો : MS Dhoni: માહીને કેમેરામેન પર ગુસ્સો કેમ આવ્યો? બોટલ ફેંકીને નારાજગી દર્શાવી, જાણો શું થયું