IPL 2025

કેપ્ટન કૂલની કમાલ: ‘થાલા’ ધોનીએ આ રીતે શુભમન ગિલને જાળમાં ફસાવ્યો!

અમદાવાદ: આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 67મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)એ ગુજરાત ટાઇટન્સ(GT)ને 83 હરાવ્યું. આ સિઝન CSK માટે નિરાશાજનક રહી, પણ આ મેચમાં શાનદાર વિજય સાથે IPLની 18 સિઝનમાં CSKની સફરનો અંત આવ્યો. સિઝનની છેલ્લી મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ ફરી સૌના દિલ જીતી લીધા. ધોનીએ ફરી એક વાર સાબિત કર્યું કે તેનું નામ ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન કેપ્ટનની યાદમાં કેમ લેવામાં આવે છે.

આજની મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ GTને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. GTના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઓપનિંગ કરવા આવ્યા હતા. CSKના કેપ્ટન ધોનીએ ગિલને આઉટ કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/Abhinav_hariom/status/1926674135398170783

અંશુલ કંબોજ CSK તરફથી બીજી ઓવર ફેંકાવા આવ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર શુભમન ગિલે સિક્સર ફટકારી. દરમિયાન, વિકેટ પાછળ ઉભેલા કેપ્ટન એમએસ ધોનીએ અંશુલના બોલ અને ગિલની બેટિંગ સ્ટાઈલને આંકીને ઉર્વિલ પટેલને સ્લિપમાં જમણી બાજુએ ઉભો રાખ્યો. અંશુલની ઓવરના ત્રીજા બોલ પર ગિલે શોટ ફટકારવાની કોશિશ કરી પણ બોલ બેટની ધાર પર અડીને સીધો સ્લિપમાં ઉભેલા ઉર્વિલ પટેલના હાથમાં ગયો, અને શુભમન ગિલ 13 રન બનાવીને આઉટ થયો. ‘થાલા’ ધોનીના આ માસ્ટર પ્લાનના સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. માહીની આ ટેકનિકે ફરી એકવાર બધાના દિલ જીતી લીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button