દમદાર દિલ્હીનો ઘાયલ હૈદરાબાદ સામે મુકાબલોઃ `ડૅડી’ રાહુલ આવી રહ્યો છે…

વિશાખાપટનમઃ આઇપીએલમાં આવતી કાલે (રવિવારે) દિલ્હી કૅપિટલ્સ (DC)નો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુકાબલો (બપોરે 3.30 વાગ્યાથી) છે. અક્ષર પટેલની ટીમ રિષભ પંતના સુકાનવાળી લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમને હરાવીને આ મૅચમાં રમશે, જ્યારે પૅટ કમિન્સની ટીમે ગુરુવારે પંતની જ એલએસજીની ટીમ સામેના થ્રિલરમાં પરાજય જોવો પડ્યો હતો.
ડીસીને રવિવારે બીજો મોટો ફાયદો એ છે કે તાજેતરમાં જ પહેલી વાર પિતા બનેલો વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL RAHUL) રમવા આવી ગયો છે. તેની પત્ની આથિયા શેટ્ટીએ થોડા દિવસ પહેલાં બાળકીને જન્મ આપ્યો હતો. રાહુલ ડીસી વતી ધમાકેદાર ડેબ્યૂ કરીને એની આગલી ટીમ (એલએસજી)ના માલિક સંજીવ ગોયેન્કાને કદાચ પોતાની તાકાત બતાવી દેવાના મૂડમાં હશે.
તાજેતરમાં ભારતને ચૅમ્પિયન્સ ટ્રોફી જિતાડનાર રાહુલને ડીસીની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ખરેખર તો એસઆરએચની ટીમ એના ગઢ (હૈદરાબાદ)ની બહાર આવી છે એટલે એની વધુ આકરી કસોટી થશે.
આ પણ વાંચો : શાર્દુલ હાથ મિલાવવા આગળ આવ્યો, માલિક ગોયેન્કાએ ઝૂકીને, હાથ જોડીને નમન કર્યા!
રવિવારે કોની વચ્ચે મુકાબલા?
દિલ્હી વિરુદ્ધ હૈદરાબાદ
વિશાખાપટનમ, બપોરે 3.30 વાગ્યાથી
ચેન્નઈ વિરુદ્ધ રાજસ્થાન
ગુવાહાટી, સાંજે 7.30 વાગ્યાથી