IPL 2025

સંજુ સૅમસને ફીલ્ડિંગ પસંદ કરી, અક્ષર ઇલેવનની પ્રથમ બૅટિંગ

રાજસ્થાન અને દિલ્હી, બન્ને ટીમે અગાઉની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી

નવી દિલ્હીઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના કૅપ્ટન સંજુ સૅમસને (SANJU SAMSON) અહીં આજે આઇપીએલ (IPL-2025)ની 32મી મૅચમાં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમે પ્રથમ બૅટિંગ કરવી પડશે. બન્ને ટીમે અગાઉની મૅચના જ અગિયાર ખેલાડીઓને આ મૅચમાં જાળવી રાખ્યા છે.

સૅમસને ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે મારી દૃષ્ટિએ દિલ્હીની પિચ પ્રથમ બોલિંગ માટે મને ઠીક લાગે છે. સમય જતાં પિચ બૅટિંગ માટે વધુ ફાયદારૂપ બનશે.’ રાજસ્થાનની ટીમ છમાંથી ચાર મૅચ હારી છે, જ્યારે દિલ્હીની ટીમ પાંચમાંથી ચાર મૅચ જીતી છે. સૅમસને ટૉસ વખતે એવું પણ કહ્યું હતું કેમારી ટીમના ખેલાડીઓને મેં સલાહ આપી છે કે તમે ખરાબ પરિણામોને ભૂતકાળ સમજીને ભૂલી જજો અને શ્રેષ્ઠ પર્ફોર્મ કરવા પર જ ધ્યાન આપજો.

અક્ષર પટેલે ઍન્કરને કહ્યું હતું કે `હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ પસંદ કરી હોત, કારણકે પછીથી ભેજ તકલીફ ઊભી કરી શકે. જોકે અમે બીજું બધુ ભૂલીને પ્રથમ બૅટિંગનો પડકાર સ્વીકારીને રમવાના છીએ.’


બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), જેક ફ્રેઝર-મૅકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મોહિત શર્મા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મુકેશ કુમાર, સમીર રિઝવી, દર્શન નાલકંડે, ડૉનોવાન ફરેરા, ત્રિપુરાના વિજય.

રાજસ્થાનઃ સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, વનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, માહીશ થીકશાના, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શુભમ દુબે, યુધવીર સિંહ, કુમાર કાર્તિકેય, આકાશ મઢવાલ, કુણાલ સિંહ રાઠોર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button