IPL 2025

મેચ પત્યા બાદ Nita Ambani એ કર્યો આ ખાસ ઈશારો, MIની જિત સાથે છે કનેક્શન…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) સતત કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે પછી એ ફેમિલી ફંક્શન હોય, લગ્ન હોય કે આઈપીએલ… દરેક ઈવેન્ટમાં નીતા અંબાણી કંઈક તો એવું કરે જ છે જેને કારણે તેઓ લાઈમલાઈટ લૂંટી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક આવો જ એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ પત્યા બાદ કંઈક ઈશારો કરતાં જોવા મળી રહ્યા છે, જેને કારણે સોશિયલ મીડિયા પર એક અલગ જ બહેસ છેડાઈ ગઈ છે. ચાલો જોઈએ શું છે ખાસ ફોટોમાં…

આઈપીએલ-2025 હવે એના અંતિમ અને ફાઈનલ દૌરમાં છે. આ સિઝનની પ્લે ઓફમાં મુંબઈ ઈન્ડિન્સે પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. જી હા, આઈપીએલ 2025માં પ્લે ઓફમાં ગુજરાત ટાઈટન્સ, આરસીબી, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે એન્ટ્રી લીધી છે. હવે આ ચારમાંથી કઈ ટીમ ટાઈટલ જિતે છે એ તો સમય જ રહેશે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ પછીનો છે.

વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં મેચ પૂરી થયા બાદ નીતા અંબાણી ખાસ ઈશારો કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટો પર ઢગલો કમેન્ટ્સ આવી રહ્યા છે અને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે આ ઈશારાનો અર્થ શું છે. કેટલાક લોકો તો એવા પણ છે કે જેઓ નીતા અંબાણીને ટ્રોલ કરીને મેચ ફિક્સિંગનો આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે, આ ઈશારાનો અર્થ ખૂબ સાફ અને સ્પષ્ટ છે, એમાં કોઈ શંકા નથી.

જેવું એમઆઈએ ડીસીએને હરાવ્યું કે નીત અંબાણીએ બંને હાથથી 6નો આંકડો દર્શાવ્યો હતો. હવે તમને થશે આ છનો સંબંધ શું છે તો તમારી જાણ માટે કે આ છનો આંકડો દર્શાવીને નીતા અંબાણી એવું કહી રહ્યા છે કે છઠ્ઠી ટ્રોફી આવી રહી છે. નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે અને તેમની ટીમ અત્યાર સુધીમાં પાંચ ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે. આ જ કારણ છે કે ટીમ પ્લે ઓફમાં પહોંચતા જ નીતા અંબાણીએ છનો આંકડો દર્શાવ્યો હતો.

આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો આઈપીએલમાં એમાઈ અને સીએસકેએ પાંચ વખત, કેકેઆરે 3 વખત, 1 વખત ગુજરાત, 1 વખત રાજસ્થાન, 1 વખત ડીસી અને એક વખત સીએસકેએ ટ્રોફી જિતી છે. જોઈએ હવે આ વખતે કોણ ટ્રોફી ઉઠાવે છે.

આપણ વાંચો : સૂર્યકુમાર મુંબઈને જિતાડ્યા પછી બોલ્યો, `મારી પત્નીએ મને કહ્યું હતું કે…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button