IPL 2025

IPL 2025: આ મેદાનમાં રમાશે DC vs LSG મેચ, જાણો પીચ અને વેધર રીપોર્ટ

IPL 2025: આ મેદાનમાં રમાશે DC vs LSG મેચ, જાણો પીચ અને વેધર રીપોર્ટ

વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની શરૂઆત થઇ ચુકી છે, આ સિઝનની ત્રણ મેચ રમાઈ ચુકી છે. આજે સોમવારે IPL 2025ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ(DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને ટીમોના કેપ્ટન બદલાઈ ગયા છે. ગત સિઝનમાં DCની આગેવાની કરનાર ઋષભ પંત આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે. ગત સિઝનમાં LSGનો કેપ્ટન રહેલો કેએલ રાહુલ DCમાં છે, જોકે ટીમની કેપ્ટનશીપ ઓલરાઉન્ડર અક્ષર પટેલને સોંપવામાં આવી છે.

આ સિઝનમાં DC તેના બે ઘરેલું મેચ વિશાખાપટ્ટનમમાં રમશે, ગત સિઝનમાં પણ DC અહીં મેચ રમી હતી.

વિશાખાપટ્ટનમ સ્ટેડીયમનો પિચ રિપોર્ટ:
વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ સ્ટેડીયમની પીચ કાળી માટીની બનેલી છે, અહીંની પીચથી બેટર્સ અને બોલર્સને સમાન મદદ મળે છે. આ પીચ પર શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળશે, ત્યારબાદ બોલર્સને પિચમાંથી વધુ મદદ નહીં મળે, આ સમયે બેટર્સ મોટા શોટ ફટકારી શકે છે.

સ્ટેડીયમમાં રેકોર્ડ્સ:
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 15 IPL મેચ રમાઈ છે, આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 170 રન છે. રન ચેઝ કરતી ટીમને સાત મેચમાં જીત મળી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 272 છે, જે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બનાવ્યો હતો. જયારે આ મેદાન પર સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સ(MI)ના નામે છે. 2016માં MI હૈદરાબાદ સામે 92 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

દિલ્હી કેપિટલ્સે વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે, જેમાંથી 3 મેચમાં ટીમને જીત મળી છે અને 4 મેચમાં હાર. ગત સિઝનમાં પણ DCએ આ મેદાન પર બે મેચ રમી હતી, જેમાં તેણે એક મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં હાર મળી હતી. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ આ મેદાનમાં એક પણ મેચ રમી નથી.

DC-LSG હેડ ટુ હેડ રેકોર્ડ્સ:
દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે અત્યાર સુધીમાં માત્ર પાંચ મેચ રમાઈ છે, કેમ કે લખનઉ ફ્રેન્ચાઇઝી IPLમાં ફક્ત ત્રણ સીઝન જૂની છે. આ 5 મેચમાંથી LSGએ જીત મેળવી છે. જ્યારે DC બે વાર જીત્યું છે.

વિશાખાપટ્ટનમનો વેધર રીપોર્ટ:
દિલ્હી અને લખનઉ વચ્ચેની મેચ દરમિયાન વિશાખાપટ્ટનમમાં વરસાદની કોઈ શક્યતા નથી. દિવસભર સૂર્યપ્રકાશ રહેશે. આજે તાપમાન 25 થી 33 ડિગ્રી સેલ્સીયસ વચ્ચે રહી શકે છે. ભેજ 67% સુધી રહી શકે છે અને પવન 16 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ શકે છે. બીજી ઇનિંગમાં ડ્યુને કારણે, ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો…Video: એમએસ ધોનીએ MIના બોલરને બેટ માર્યું! જાણો CSK vs MI મેચમાં શું બન્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button