હૈદરાબાદે ફીલ્ડિંગ પસંદ કરી, ચેન્નઈએ પહેલા બૉલમાં જ વિકેટ ગુમાવી…

ચેન્નઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે અહીં આજે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. એમએસ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં ખાસ કોઈ પાવર-હિટર નથી અને પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમનો આ વખતે નિસ્તેજ પર્ફોર્મન્સ રહ્યો છે એવામાં આજે આ ટીમને ચેપૉક (CHEPAUK)ના હોમ-ગ્રાઉન્ડ પર પ્રથમ બૅટિંગમાં સનરાઇઝર્સને મોટો લક્ષ્યાંક આપવાની તક મળી છે.
જોકે ચેન્નઈએ મૅચના પ્રથમ બૉલમાં જ વિકેટ ગુમાવી હતી. ઓપનર શેખ રાશીદ હૈદરાબાદના પેસ બોલર મોહમ્મદ શમીના બૉલમાં સ્લિપમાં અભિષેક શર્માને કૅચ આપી બેઠો હતો. ધોનીએ ટૉસ વખતે જણાવ્યું હતું કે વાતાવરણમાં ભેજ રહેતો હોય છે જેને ધ્યાનમાં લેતાં જો તે ટૉસ જીત્યો હોત તો તેણે પણ પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હોત. હૈદરાબાદે મોહમ્મદ શમી અને કામિન્ડુ મેન્ડિસને ઇલેવનમાં સમાવ્યા છે, જ્યારે ચેન્નઈની ટીમમાં રચિન રવીન્દ્રના સ્થાને ડેવાલ્ડ બ્રેવિસને અને વિજય શંકરના સ્થાને દીપક હૂડાને સામેલ કરવામાં આવ્યા છે.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્ડુ મેન્ડિસ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અન્સારી તથા મોહમ્મદ શમી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ ટ્રૅવિસ હેડ, અભિનવ મનોહર, સચિન બૅબી, રાહુલ ચાહર અને વિઆન મુલ્ડેર
ચેન્નઈઃ એમએસ ધોની (વિકેટકીપર, કૅપ્ટન), શેખ રાશીદ, આયુષ મ્હાત્રે, સૅમ કરૅન, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હૂડા, નૂર અહમદ, ખલીલ અહમદ તથા મથીશા પથિરાના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અંશુલ કમ્બોજ, આર. અશ્વિન, જૅમી ઑવર્ટન, કમલેશ નાગરકોટી અને રામક્રિષ્ન ઘોષ.