IPL 2025

શું વાત છે! ધોની પાછો કૅપ્ટન બની રહ્યો છે? ક્યારે? શા માટે?

ચેન્નઈઃ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (csk)ને આઇપીએલનું પાંચમું ટાઇટલ અપાવનાર મહેન્દ્રસિંહ ધોની આવતી કાલે (શનિવારે) ફરી એક વાર સીએસકેની કૅપ્ટન્સી સંભાળતો જોવા મળે તો નવાઈ નહીં પામતા, કારણકે એવો અહેવાલ છે કે સુકાની ઋતુરાજ ગાયકવાડને હાથ પર બૉલ વાગ્યો હોવાથી તે શનિવારે દિલ્હી કૅપિટલ્સ (dc) સામેની મૅચમાં મોટા ભાગે નહીં રમે એટલે તેની ગેરહાજરીમાં સુકાનની જવાબદાર ફરીથી કદાચ માહીને સોંપવામાં આવશે.

આ વાતને પુષ્ટિ મળી શકે એવું કારણ એ છે કે સીએસકેના બૅટિંગ-કોચ માઇક હસી (Mike Hussey)એ સંકેત આપ્યો છે કે શનિવારે ડીસી સામેની મૅચમાં સીએસકેની ટીમના નેતૃત્વમાં ફેરફાર જોવા મળી શકે. માઇક હસીનાં આ નિવેદન પરથી એવી અટકળ થઈ રહી છે કે આ એક મૅચ માટે ધોની ફરી કૅપ્ટન્સીના સૂત્રો સંભાળશે.

વધુ ખુશીની વાત એ છે કે ધોનીને ચેન્નઈમાં હોમ-ક્રાઉડ સામે ફરી નેતૃત્વ સંભાળવાની તક મળશે. ગાયકવાડને રવિવારે ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચ દરમ્યાન રાજસ્થાનના પેસ બોલર તુષાર દેશપાંડેનો બૉલ વાગતાં હાથ પર ઈજા (hand injury) થઈ હતી. તેની કોણી પર સોજો છે.

હસીએ એવું પણ જણાવ્યું હતું કે `એક યુવાન વિકેટકીપરને દિલ્હી સામે રમવાનો કદાચ મોકો મળશે.’ ઉલ્લેખનીય છે કે શનિવારે સીએસકેની ટીમમાં ન્યૂ ઝીલૅન્ડનો વિકેટકીપિંગ બૅટર ડેવૉન કૉન્વે કદાચ ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લેશે. કૉન્વે ઓપનિંગમાં રાહુલ ત્રિપાઠી સાથે રમશે અને રચિન રવીન્દ્રને કદાચ ત્રીજા નંબરે મોકલવામાં આવશે.

દિલ્હી સામે શનિવારે સીએસકે જૅમી ઑવર્ટનના સ્થાને કદાચ અંશુલ કમ્બોજને ઇલેવનમાં સમાવશે.

આપણ વાંચો : સ્ટીફન ફ્લેમિંગ કહે છે, `ધોનીને ઘૂંટણમાં ગમે ત્યારે દુખાવો થઈ શકે એટલે તે…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button