IPL 2025ટોપ ન્યૂઝ

IPL 2025: ક્રિકેટ કાર્નિવલની આજથી થશે શરૂઆત, 13 શહેરોમાં રમાશે 74 મેચ…

કોલકાતાઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આઈપીએલની 18મી સીઝનની શરૂઆત પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજાશે. જેમાં અનેક સ્ટાર્સ પરફોર્મ કરશે અને લોકોનું મનોરંજન કરશે. ગત રાત્રે શાહરૂખ ખાન કોલકાતા એરપોર્ટ આવ્યો હતો. તેને જોતાં જ ફેંસે ઘેરી લીધો હતો.

આ પણ વાંચો : આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

IPL 2025

હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ

ઓપનિંગ સેરેમનીપહેલા કોલકાતાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ સીઝનની પહેલી મેચ સંપૂર્ણ રીતે રદ થવાનું જોખમ છે. હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. આઇપીએલ 2025ની મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રવિવાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

નો બોલને લઈ નવો નિયમ

IPL 2025

હાલ આઈપીએલમાં એક બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકે છે. એક જ ઓવરમાં ત્રીજો શોર્ટ બોલ નો-બોલ જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં ખેલાડીની કમરની ઊંચાઈ માપીને નો-બોલ જાણવા માટે એક નવી ટેકનિકની શોધ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે બેટર ક્રીઝની અંદર ઊભો હોય ત્યારે તેની કમરની ઊંચાઈ, ખભાની ઊંચાઈ અને માથાની ઊંચાઈ માપ લેવામાં આવશે. આ ડેટાને સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે, જેને હોક-આઈ ઓપરેટર દ્વારા ઉપયોગ કરે છે. આ ઓપરેટર થર્ડ અમ્પાયર સાથે બેસે છે. જેથી કમરની ઊંચાઈના ફુલ-ટોસ બોલ, બાઉન્સર, નો બોલ અને વાઈડ બોલ શોધી કાઢશે.

કેટલા વાગે શરૂ થશે ઉદ્ઘાટન સમારંભ

IPL 2025

આઈપીએલ ઉદ્ઘાટન સમારંભ સાંજે છ વાગે શરૂ થશે અને આશરે 35 મિનિટ સુધી ચાલશે. સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. 10 ટીમો 65 દિવસ સુધી દેશના 13 શહેરોમાં કુલ 74 મેચ રમશે. ફાઈનલ ઈડન ગાર્ડન્સમાં 25 મે ના રોજ યોજાશે.

કેકેઆરની કેપ્ટનશિપ આ વખતે અજિંક્ય રહાણે કરશે, જ્યારે આરસીબીની કેપ્ટનશિપ રજત પાટીદારના હાથમાં છે. કેકેઆરે ગત સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. રહાણે પાસે આ ખિતાબ જાળવી રાખવા માટે પડકાર રહેશે. જ્યારે પાટીદાર પાસે આરસીબીના કોઈ કેપ્ટન જે કમાલ નથી કરી શક્યા તે ટાઈટલ જીતવાની તક રહેશે.

આ પણ વાંચો : IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…

આઈપીએલનું શિડ્યૂલ

IPL 2025

આ વખતે 10 ટીમ 13 શહેરોમાં પોતાની મેચ રમશે. 7 ટીમ પાસે એક-એક હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે 3 ટીમે બીજું હોમ ગ્રાઉન્ડ પણ પસંદ કર્યું છે. 7 મેચ 3 બીજી પસંદગીના સ્થળોએ રમાશે. પાછલી 17 સીઝનમાં આવા 12 મેદાન હતા. જ્યાં પહેલા આઈપીએલ મેચ યોજાતી હતી, પરંતુ હવે હોસ્ટિંગ ઉપલબ્ધ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button