IPL 2025ટોપ ન્યૂઝ

IPL 2025: ખેલાડીઓ સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને ઉતરશે મેદાનમાં, જાણો શું છે વિશેષતા…

સુરતઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. સાંજે 6 વાગ્યે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આઈપીએલથી સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થયો છે. ખેલાડીઓ માટે બનતી જર્સી, ટ્રેક પેન્ટ તથા ફેંસ માટે બનતી ટી શર્ટમાં ઉપયોગમાં લેવાનારું કપડું સુરતમાં તૈયાર થયું છે.

આ પણ વાંચો : આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

ડાયમંડ સિટીની ઓળખ ધરાવતા સુરતને એશિયાના સૌથી મોટી ટેક્સટાઈલ સિટી પણ કહેવાય છે. અહીંયા બનતું પોલિસ્ટર કપડું માત્ર દેશમાં નહીં વિદેશમાં જ નિકાસ થાય છે. આઈપીએલમાં ખેલાડીઓ જે ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને મેદાનમાં ઉતરશે તેનું કપડું સુરતમાં બન્યું છે. આ ખાસ ફેબ્રિકને જ્યુરિુક મટિરિયલ્સમાંથી બનાવાયું છે. જે લાઈટ વેઇટ અને સ્ટ્રેચેબલ હોવાની સાથે ડ્રાય ફિટ અને યુવી પ્રોટેક્ટેડ હોય છે.

આ પણ વાંચો : શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

શું છે આ કાપડની વિશેષતા
લાઈટ વેઇટ ફેબ્રિકઃ વજનમાં હળવું અને આરામદાયક
ડ્રાય ફિટઃ પરસેવો ઝડપથી સુકાઈ જાય છે
યુવી પ્રોટેક્શનઃ ગરમીથી બચાવે છે
સ્ટ્રેચેબલઃ ખેલાડીઓની મૂવમેન્ટ પ્રમાણે ડિઝાઇન
એન્ટી બેક્ટેરિયલઃ પરસેવો થવા છતાં દુર્ગંધ નથી આવતી

ઉલ્લેખનીય છે કે આઈપીએલના કારણે સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને 15 ટન કપડું તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે. જેના કારણે વેપારીઓનો સીધો જ 75 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

આ વખતે 10 ટીમ 13 સ્થળોએ પોતાની મેચ રમશે. 7 ટીમ પાસે એક-એક હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે 3 ટીમે બીજું હોમ ગ્રાઉન્ડ પણ પસંદ કર્યું છે. 7 મેચ 3 બીજી પસંદગીના સ્થળોએ રમાશે. પાછલી 17 સીઝનમાં આવા 12 મેદાન હતા. જ્યાં પહેલા આઈપીએલ મેચ યોજાતી હતી, પરંતુ હવે હોસ્ટિંગ ઉપલબ્ધ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button