
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શ્રેયસ ઐયર (Shreyash Iyer) શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ IPL સિઝનમાં શ્રેયસે પંજાબ કિંગ્સ તરફથી રમતા 5 મેચમાં 250 રન બનાવ્યા છે. એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ શ્રેયસ ઐયરને એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો છે. શ્રેયસને માર્ચ મહિના માટે ICCનો ‘પ્લેયર ઓફ ધ મન્થ’ જાહેર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગત મહિને યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, શ્રેયસે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ એવોર્ડ માટે શ્રેયશની ન્યુઝીલેન્ડના જેકબ ડફી અને રચિન રવિન્દ્ર સાથે સ્પર્ધા હતી. નોંધનીય છે કે શ્રેયસ ઐયર અગાઉ પણ એક વાર ICC ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ જીતી ચુક્યો છે.
શ્રેયસ ઐયરે ખુશી વ્યક્ત કરી:
આ એવોર્ડ જીતવા પર શ્રેયસ ઐયરે ખુશી વ્યક્ત કરી હતી. ICC એ તેની સત્તાવાર વેબસાઇટ પર શ્રેયસ ઐયરની પ્રતિક્રિયા પબ્લીશ કરી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા પછી, તેમણે કહ્યું, ‘માર્ચ મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળવાથી હું સન્માનિત અનુભવ કરી રહ્યો છું. આ જ મહિનામાં જ્યારે અમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે આ એવોર્ડ જીતવો ખુબ જ વાત છે.”
ફેબ્રુઆરી મહિનાનાં માટેનો ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ શુભમન ગીલને મળ્યો હતો. આમ, છેલ્લા બે મહિનાથી, ભારતીય ખેલાડીઓ ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ જીતી રહ્યા છે.
આપણ વાંચો: ધોનીની સિકસર્સ આ દિગ્ગજોથી પણ વધુ, મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છેક આટલા દિવસે મળ્યો…
ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસનું પ્રદર્શન:
ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ સામેની લીગ મેચમાં 79 બોલમાં 98 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં 45 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ઐયરે 48 બોલમાં 62 રન બનાવ્યા અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.