IPL 2025

RCB તરફથી રમી રહેલાં ક્રુણાલ પંડ્યાએ ઉઠાવી ટ્રોફી તો Hardik Pandyaએ આપ્યું આવું રિએક્શન…

ગઈકાલે અમદાવાદ ખાતે પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે આઈપીએલ-2025ની ફાઈનલ મેચ રસાકસીથી ભરપૂર રહી હતી. 18 વર્ષના ઈંતેજાર બાદ આખરે આરસીબીએ ટ્રોફી ઉઠાવી હતી. આરસીબી ટ્રોફી ઉઠાવીને પોતાના ફેન્સને સૌથી મોટી ગિફ્ટ આપી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પોસ્ટ વાઈરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. આવો જોઈએ આખરે ભાઈની ક્રુણાલ પંડ્યાની જિત પર હાર્દિકે એવું તે શું કર્યું-

આરસીબીની જિતમાં ક્રુણાલ પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 2 મહત્ત્વની વિકેટ્સ લીધી હતી, જેને કારણે આરસીબીની જિત નિશ્ચિત થઈ હતી. મેચ બાદની એક ઈમોશનલ મોમેન્ટની વાત કરીએ તો ક્રુણાલ પંડ્યાના નાના ભાઈ હાર્દિક પંડ્યાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી અને લખ્યું હતું કે મારી આંખોમાં આંસુ છે, તારા પર ગર્વ છે ભાઈ. હાર્દિકની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

કૃણાલ પંડ્યાએ પણ મેચ બાદ જણાવ્યું હતું કે આરસીબીમાં જોડાતી વખતે જ મેં કહ્યું હતું કે મને ટ્રોફી જિતવાનું પસંદ છે તો કેટલાક લોકોએ મારી મજાક ઉડાવી હતી. પરંતુ સાડાત્રણ મહિના બાદ આખરે મેં મારા શબ્દોને સાચા પૂરવાર કરી આપ્યા હતા.

આ પણ વાંચો – કૃણાલનો કરિશ્મા: આઈપીએલનો એવો પહેલો ખેલાડી બન્યો જે…

આરસીબી 18 વર્ષથી ટ્રોફ ઉઠાવવાનો ઈંતેજાર કરી રહી હતી અને આખરે ગઈકાલે લાખો આરસીબીયન ફેન્સનું એ સપનું સાકાર થયું હતું. મેચ જિતી જતાં ફેન્સની સાથે સાથે ટીમ માટે પણ આ એકદમ ઈમોશનલ મોમેન્ટ હતી. દરમિયાન હાર્દિક પંડ્યાએ પોતાના ભાઈ માટે કરેલી આ સ્ટોરી ખૂબ જ વાઈરલ થઈ રહી છે. તમે પણ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સે હરાવીને ફાઈનલમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. ફાઈનલમાંથી બહાર થઈ જતાં હાર્દિક પંડ્યા ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો. ગઈકાલે આરસીબીની જિત બાદ પણ હાર્દિક અને ક્રુણાલ પંડ્યાનો એક ઈમોશનલ બોન્ડ જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button