ગુજરાતે ફીલ્ડિંગ લીધી, લખનઊ જીતીને આબરૂ બચાવવા મક્કમ

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ના સુકાની શુભમન ગિલે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે હેડનો કૉલ આપ્યો હતો, પણ ટેઇલ પડતાં ગિલે ટૉસ જીતી લેતાં ફીલ્ડિંગ લીધી હોવાનું જાહેર કર્યું હતું.
પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી લખનઊની ટીમ બાકીની લીગ મૅચો જીતીને આબરૂ સાચવવા દૃઢ છે. લખનઊના કૅપ્ટન રિષભ પંતે (RISHABH PANT) ટૉસ વખતે કહ્યું હતું કે હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. અમે સ્પર્ધાની બહાર થઈ ગયા છીએ, પરંતુ અમે ગૌરવ જાળવવા માટે કોઈ કસર બાકી નહીં રાખીએ. આકાશ સિંહ અમારી ટીમમાં પાછો આવ્યો છે.’ શુભમન ગિલના સુકાનમાં ગુજરાતની ટીમ નંબર-વનના ટૅગ સાથે પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સનો હવે આ છે લક્ષ્યાંક…
જોકે હવે ગુજરાતનો લક્ષ્યાંક ટોચની બે ટીમમાં રહેવાનો છે જે કે જેથી એને 29મી મેની ક્વૉલિફાયર-વન જીતીને સીધા ફાઇનલમાં જવા મળે. ગિલે (SHUBHMAN GILL) ટૉસ વખતે કહ્યું હતું કે અમદાવાદના મેદાનની પિચ ઘણી સારી છે અને એના પર અમે લક્ષ્યાંક ચેઝ કરવાનું પસંદ કર્યું છે. અમે પ્લે-ઑફમાં પહોંચી ગયા છીએ, પણ બાકીની બન્ને લીગ મૅચને અમે ખૂબ મહત્ત્વની ગણીએ છીએ. અમે જીતવાના જોશ અને જુસ્સા સાથે પ્લે-ઑફમાં રમવા માગીએ છીએ. અમે અગાઉની જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે.’
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, કૅગિસો રબાડા, અર્શદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સાઇ સુદર્શન, અનુજ રાવત, મહિપાલ લૉમરોર, વૉશિંગ્ટન સુંદર, દાસુન શનાકા.
લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, હિમ્મત સિંહ, શાહબાઝ અહમદ, આવેશ ખાન, આકાશ દીપ અને વિલ ઑરુરકે. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ આકાશ સિંહ, એમ. સિદ્ધાર્થ, રવિ બિશ્નોઈ, ડેવિડ મિલર, આર્શિન કુલકર્ણી.