IPL 2025

GT vs PBSK: અમદાવાદમાં બેટ્સેનોને રહેશે દબદબો કે બોલર્સ છવાશે? જાણો પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન

GT vs PBSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આ મુકાબલાથી બંને ટીમો આઈપીએલ 2025ની શરૂઆત કરશે. બંને ટીમોની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. ફેંસને હાઇ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. ઈનિંગની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળવાની સભાવના છે. પરંતુ મેચ જેમ જેમ આગળ વધશે તેમ સ્પિનર્સ પણ તેમનું કૌશલ્ય બતાવશે.

કેવું રહેશે હવામાન
અમદાવાદમાં ફેંસને રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. દિવસ દરમિયાન તડકો રહેશે. મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી. ઝાકળનું પ્રમાણ પણ ઓછું રહેશે, જેથી ફિલ્ડિંગ કરતી ટીમને મુશ્કેલી પણ નહીં પડે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે.

હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધીમાં પાંચ વખત ટકરાઈ છે. જેમાં ત્રણ વખત ગુજરાતે બાજી મારી છે અને બે વખત પંજાબ જીત્યું છે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11
ગુજરાત ટાઈટન્સઃ જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ

પંજાબ કિંગ્સઃ પ્રભાસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, નેહલ વઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કસ સ્ટોયનિસ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, યુઝવેંદ્ર ચહલ, યશ ઠાકુર

ગિલ vs ચહલનો મુકાબલો રહેશે રસપ્રદ
ગુજરાત અને પંજાબની મેચમાં ગિલ અને ચહલ પર સૌની નજર રહેશે. ગિલનો આ મેદાન પર રેકોર્ડ શાનદાર છે. તેણે અહીંયા 63.53ની સરેરાશથી 953 રન બનાવ્યા છે. ચહલે 160 મેચમાં 205 વિકેટ ઝડપી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની રમાયેલી મેચના રેકોર્ડ પર નજર
કુલ રમાયેલી મેચ – 36
પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચ – 15
પાછળથી બેટિંગ કરતી વખતે જીતેલી મેચ – 20
અનિર્ણિત-1
સૌથી વધુ કુલ સ્કોર- 233/3 (ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ- IPL 2023 ક્વોલિફાય-2)
સૌથી ઓછો સ્કોર- 89 રનમાં ઓલઆઉટ (ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ- 2024)
પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર- 172
સૌથી વધુ રન કોણે બનાવ્યા – શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ)- 18 ઇનિંગ્સમાં 953 રન
સૌથી વધુ વિકેટ કોણે લીધી – મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ માટે 26 વિકેટ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button