પ્લે-ઑફનો પહેલો પંચ આજેઃ બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધી, પંજાબને પ્રથમ બૅટિંગનો મોકો | મુંબઈ સમાચાર
IPL 2025

પ્લે-ઑફનો પહેલો પંચ આજેઃ બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધી, પંજાબને પ્રથમ બૅટિંગનો મોકો

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુકાની રજત પાટીદારે આજે અહીં આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)માં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. શ્રેયસ ઐયરના સુકાનની હરીફ ટીમ પંજાબ કિંગ્સ (PBKS)ને પ્રથમ બૅટિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. આજે જીતનારી ટીમ સીધી ત્રીજી જૂનની ફાઇનલમાં પ્રવેશ કરશે.

બેંગલૂરુની ટીમમાં નુવાન થુશારાના સ્થાને જૉશ હૅઝલવૂડને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. પંજાબની ટીમમાંથી સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યેનસેન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવા પાછો જતો રહ્યો હોવાથી તેના સ્થાને અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈને ફરી રમવાની તક મળી છે.

પંજાબે ખાસ કરીને પેસ બોલર વિજયકુમાર વૈશાકને અને બેંગલૂરુએ મયંક અગરવાલને ઇમ્પૅક્ટ પ્લેયર્સની યાદીમાં મોખરે રાખ્યા છે.

https://twitter.com/Sareem_CreateX/status/1928085597052195270

મુલ્લાંપુરમાં આજે જે પિચ પર ક્વૉલિફાયર-વન મુકાબલો થશે એ પિચ આ સીઝનમાં બે વખત ઉપયોગમાં લેવાઈ છે. એક વાર એના પર નાઇટ મૅચમાં 200-પ્લસનો ટીમ-સ્કોર થયો હતો અને ડે મૅચમાં 150-પ્લસ રન થયા હતા. પિચ પર થોડું ઘાસ છે જેના પરથી કહી શકાય કે આ પિચ બૅટ્સમેનોને વધુ લાભકર્તા બનશે.

મુલ્લાંપુરના મેદાનની પિચથી એક તરફની બાઉન્ડરી લાઇન 62 મીટર અને બીજી બાજુની બાઉન્ડરી લાઇન 65 મીટર દૂર છે. સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન 73 મીટર દૂર છે.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરપ્રીત બ્રાર, કાઇલ જૅમીસન અને અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ વિજયકુમાર વૈશાક, પ્રવીણ દુબે, સૂર્યાંશ શેડગે, મુશીર ખાન, ઝેવિયર બાર્ટલેટ.

બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, લિઆમ લિવિંગસ્ટન, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જૉશ હૅઝલવૂડ અને સુયશ શર્મા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મયંક અગરવાલ, રસિખ સલામ, મનોજ ભંડાગે, ટિમ સીફર્ટ, સ્વપ્નિલ સિંહ.

સંબંધિત લેખો

Back to top button