IPL 2025

શુક્રવારે જે જીતશે એ વધુ એક ટ્રોફીની નજીક, હારશે એ આઉટ

મુંબઈ-ગુજરાત વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી એલિમિનેટરનો જંગ

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નૉકઆઉટ મુકાબલામાં શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ ક્વૉલિફાયર-ટૂમાં એટલે કે વધુ એક ટ્રોફીની વધુ નજીક પહોંચશે અને પરાજિત થનારી ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે.

મુંબઈ પાંચ અને ગુજરાત એક ટાઇટલ જીત્યું છે. શુક્રવારે જીતનારી આ બેમાંની ટીમ ક્વૉલિફાયર-ટૂમાં પંજાબ સામે રમશે અને એમાં વિજયી થનારી ટીમ ત્રીજી જૂનની ફાઇનલમાં બેંગલૂરુનો સામનો કરશે.

આ પણ વાંચો: રિષભ પંતને 27 કરોડ રૂપિયાનો પૂરો પગાર નહીં મળે? કેમ?

હાર્દિક પંડ્યા માટે આ મૅચ ઘણી રીતે સ્પેશિયલ છે. અગાઉ મુંબઈ વતી માત્ર પ્લેયર તરીકે રમી ચૂકેલો હાર્દિક બે વર્ષથી કૅપ્ટન છે અને મુંબઈને પોતાના સુકાનમાં પહેલી વાર ટાઇટલ અપાવવાનો તેની સામે મોટો પડકાર છે. જોકે આ મૅચની હરીફ ટીમ તેની પોતાની જ ભૂતપૂર્વ ટીમ છે અને એની સામે હાર્દિકે જીત અપાવવાની છે.

શુભમન ગિલ ગુજરાતની ટીમનો સુકાની છે અને હાલમાં જ ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ મળ્યા પછી હવે તેના માટે આઇપીએલમાં ટાઇટલ જીતવાનો પડકાર છે અને એ મિશનની ખરી શરૂઆત તેણે શુક્રવારે મુંબઈ સામે જીતીને કરવાની છે.
એક નવાઈની વાત એ છે કે હાર્દિક તેના જ ભૂતપૂર્વ સાથી ખેલાડી અને હરીફ સુકાની ગિલને 23 બૉલમાં ચાર વખત આઉટ કરી ચૂક્યો છે. શુક્રવારે બન્ને ટીમના હરીફો વચ્ચે ખરી હરીફાઈ બેઉ કૅપ્ટન વચ્ચે જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button