IPL 2025

આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવના કારણે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલની વર્તમાન સિઝનમાં 57 મેચ સફળતાપૂર્વક રમાઈ હતી અને 58મી મેચ અટકાવી દેવામાં આવી હતી.

હાલ સોશિયલ મીડિયા પર આઈપીએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ બીસીસીઆઈ અને ટીમ માલિકોને કેટલું નુકસાન થશે તેની ચર્ચા થઈ રહી છે. જોકે બીસીસીઆઈને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય.

હવે આઈપીએલની બાકીની મેચો ક્યારે રમાશે તે સ્પષ્ટ નથી. બીસીસીઆઈ સ્થિતિ સામાન્ય થયા બાદ સમીક્ષા કરશે અને નવા શિડ્યૂલની જાહેરાત કરશે. આ માટે ફ્રેન્ચાઈઝી અને સ્ટેકહોલ્ડરની સલાહ લેશે.

આપણ વાંચો: BIG BREAKING: ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આઈપીએલ સ્થગિત કરવામાં આવી

જો આઈપીએલની આ સિઝન રદ્દ થશે તો પણ કોઈ નુકસાન નહીં થાય. આ પાછળનું કારણ વીમા પોલિસી છે. આઈપીએલની મેચ માટે કરોડો રૂપિયા દાવ પર લાગેલા હોય છે. તેથી તેનો વીમો લેવામાં આવે છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી પણ તેમનો કોઈ ક્રિકેટર ઈજાગ્રસ્ત થઈને ટુર્નામેન્ટમાંથી બહાર થાય તો તેનાથી થનારા નુકસાનની ભરપાઈ માટે વીમો ઉતરાવે છે.

2024માં કેટલા કરોડનો લેવામાં આવ્યો હતો વીમો

મેચ રદ્દ થવા પર બીસીસીઆઈને સ્પોન્સર તરફથી મળતી રકમથી નુકસાનીની ભરપાઈ થઈ જાય છે. તેમજ જો કોઈ મેચ કે સ્થળ રદ્દ થાય તો વીમો કરાવેલી રકમ જે તે ટીમને મળે છે. આઈપીએલની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે તેથી વીમા કવરની રકમ પણ વધતી રહે છે.

એક રિપોર્ટ પ્રમાણે, 2024માં આઈપીએલમાં 10,000 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હતો. જેમાં બ્રોડકાસ્ટર્સ, આયોજકો, ફ્રેન્ચાઈઝી અને સ્પોન્સર્સનો 6000 કરોડ રૂપિયાનો વીમો હતો. બ્રોડકાસ્ટર્સે ટેલિવિઝન આવક માટે 3500 કરોડ રૂપિયાનો વીમો લીધો હતો. જ્યારે બાકીનો વીમો અન્ય લોકોએ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button