આઈપીએલ-2025માં જોવા મળતા રોબોટ ડોગનું નામ શું છે, જાણો છો?

આઈપીએલ-2025માં આ વખતે જ્યાં એક એક મેચ રોમાંચથી ભરપૂર છે ત્યાં એક નવી ટેક્નોલોજીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. આ ટેક્નોલોજી બીજું કંઈ નહીં પણ એક ચાર પગવાળો રોબોટ છે. આ રોબોટ સાથે ક્રિકેટર્સ મસ્તી કરતાં જોવા મળે છે અને એમના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આ રોબોટનું નામ શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા આ રોબોટ સાથે જોવા મળી રહ્યો છે અને એ સમયે જ તે આ વીડિયોમાં આ રોબોટના નામ વિશે ખુલાસો કરતો જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડોગ રોબોટનું નામ ચંપક છે. હાર્દિક પંડ્યા આ રોબોટ ડોગના નામ વિશે ખુલાસો કરતાં કોઈને પૂછે છે કે અરે આનું નામ શું છે? ચંપક… અરે હા ચંપક… આવું જ નામ હોવું જોઈએ એકદમ હિંદુસ્તાની… હાર્દિકનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પહેલી વખત કોઈ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં આવો રોબોટ જોવા મળ્યો છે જે માત્ર હરે-ફરે છે, પણ મેચ પ્રસારણ અને ઈન્ટરએક્શનને પણ એક નવો અંજામ આપે છે. આ ચંપકને કાસ આઈપીએલ બ્રોડકાસ્ટ ટીમ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેથી દર્શકોને મેચ જોવાનો એક નવો જ અનુભવ થાય. આ રોબો ડોગમાં રહેલાં ડોગ આઈ વ્યુ પ્રદાન કરે છે, જેથી દર્શકોને રમતની એક નવી અને ગ્રાઉન્ડ લેવલનો વ્યુ મળે છે.
આ પણ વાંચો: IPLમાં ચીયરલીડર્સને એક મેચ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે?
વાત કરીએ આ રોબો ડોગને આ નામ ક્યાંથી મળ્યું તો એવું કહેવાય છે કે આ ડોગનું નામ ઓનલાઈન વોટિંગના માધ્યમથી નક્કી કરવામાં આવ્યું હતું. આ નામ ફેમસ જાણીતી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના બાપુજીના નામ ચંપકલાલ પરથી રાખવામાં આવ્યું છે. આ નામ ફેન્સ ખૂબ જ ઉત્સાહથી પસંદ કર્યું છે.
આ પણ વાંચો: ‘હર્ષા ભોગલે પર બેન લગાવો’ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે BCCI સમક્ષ આવી માંગ કેમ કરી?
આઈપીએલમાં જ્યારથી આ રોબો ડોગ ચંપક મેદાનમાં ઉતર્યો ત્યારે દર્શકો વચ્ચે ખુશી અને આશ્ચર્યની ભાવ જોવા મળી રહ્યા છે. ખિલાડીઓએ પણ આને ખૂબ જ પસંદ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખૂબ જ ગર્મજોશીથી તેનું સ્વાગત કર્યું હતું અને દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ પણ તેને હસતા જોવા મળ્યો હતો.