IPL 2025

શ્રેયા ઘોષાલ અને દિશા પટનીએ ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મન્સ માટે કેટલી ફી લીધી?

કોલકાતાઃ શનિવારે અહીં ઈડન ગાર્ડન્સના મેદાન પર 18મી આઇપીએલ (IPL 2025)ની કેકેઆર-આરસીબી (KKR-RCB) વચ્ચેની રોમાંચક મૅચ રમાઈ એ પહેલાં સાંજે 6.00 વાગ્યાથી શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી જેમાં શાહરુખ ખાનની ઍન્કરશિપ વચ્ચે જાણીતી પ્લેબૅક સિંગર શ્રેયા ઘોષલ (Shreya Ghosal), અભિનેત્રી તથા ડાન્સર દિશા પટની (Disha Patani) તેમ જ પંજાબી સિંગર અને રૅપર કરણ ઔજલાએ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું અને હજારો પ્રેક્ષકોને તેમ જ કરોડો ટીવી-દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

disha patani performance ipl 2025

શ્રેયાએ તમામ 10 ફ્રૅન્ચાઇઝી માટે સ્પેશિયલ સૉન્ગ પર્ફોર્મ કર્યું હતું. દિશા પટનીએ પણ લોકપ્રિય ગીતોની ધૂન પર ડાન્સ સ્ટેપ્સથી સૌને મોહિત કર્યા હતા. દિશાના સ્ટેજ પર્ફોર્મન્સના પ્રસારણને અધવચ્ચેથી ટૂંકાવી નાખવામાં આવતાં અસંખ્ય દર્શકો બ્રૉડકાસ્ટર્સ પર ખફા હતા એ વાત અલગ છે, પણ અહીં આપણે જાણીશું કે શ્રેયા ઘોષલ અને દિશા પટની સામાન્ય રીતે આવી ઇવેન્ટ માટે કેટલી ફી ચાર્જ કરતી હોય છે.

આ પણ વાંચો : આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?

અફવા તો એવી છે કે શ્રેયા ઘોષલ આઇપીએલ જેવી એક ઇવેન્ટના એક કરોડથી પાંચ કરોડ રૂપિયાની ફી લે છે. જોકે અન્ય એક રિપોર્ટ અનુસાર શ્રેયાએ શનિવારની ઇવેન્ટ માટે લગભગ 50 લાખ રૂપિયાની ફી લીધી હતી. દિશા પટની વિશે પણ કહેવાય છે કે તેણે પણ 50 લાખ રૂપિયા જેટલી ફી લીધી હતી.

પંજાબી સિંગર કરણ ઔજલાએ પણ આટલા રૂપિયાની આસપાસની ફી લીધી હોવાનું કહેવાય છે, પણ એક અહેવાલમાં જણાવાયું છે કે તેણે કૉન્સર્ટ માટે તાજેતરમાં આખા ભારતનો પ્રવાસ કર્યો હતો જેમાં તે કુલ મળીને 16 કરોડ રૂપિયા જેટલું કમાયો હતો.

ઉલ્લેખનીય છે કે દિશા પટનીએ `એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટોરી’ ફિલ્મમાં માહીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાની ભૂમિકા ભજવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button