IPL 2025

કૅચ છોડવાને પગલે છઠ્ઠો પરાજય થવા છતાં લખનઊનો કૅપ્ટન પંત કહે છે કે…

લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ 11માંથી છ મૅચ હારી ગયા પછી પણ કૅપ્ટન રિષભ પંતને પ્લે-ઑફમાં પહોંચવાની પૂરી આશા છે અને એ માટે તેણે કેટલાક કારણો પણ બતાવ્યા છે. પંતે પોતાની ટીમની ફીલ્ડિંગની કચાશ બતાવી છે અને છઠ્ઠી હાર બદલ નિરાશા પણ બતાવી છે.

રવિવારે પંજાબ કિંગ્સે (PBKS) ઓપનર પ્રભસિમરન સિંહ (91 રન, 48 બૉલ, સાત સિક્સર, છ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે 236 રન કર્યા હતા જેના જવાબમાં લખનઊની ટીમ ફરી એકવાર ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યા પછી આયુષ બદોની (74 રન, 40 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) તથા અબ્દુલ સમદ (45 રન, 24 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની છઠ્ઠી વિકેટ માટેની 81 રનની ભાગીદારીની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 199 રન કર્યા હતા અને પંજાબનો 37 રનથી ગર્વભેર વિજય થયો હતો.

જોકે લખનઊનો સુકાની રિષભ પંત નિરાશ છે, પણ હતાશ નથી. તેણે હજીયે પ્લે-ઑફમાં પહોંચવાનું સપનું અકબંધ રાખ્યું છે.

લખનઊની 11 મૅચ થઈ ગઈ છે. દરેક ટીમે 14 લીગ મૅચ રમવાની છે અને બાકીની ત્રણેય મૅચ જીતીને પંત પ્લે-ઑફમાં પહોંચવા મક્કમ છે.

તેણે રવિવારે આઈપીએલ (IPL)ની 54મી મૅચ પછી કહ્યું, મેં પ્લે-ઑફની આશા હજી પણ જીવંત રાખી છે. 237 રનનો લક્ષ્યાંક બહુ મોટો તો કહેવાય અને અમારી ફીલ્ડિંગ સારી નહોતી. ખરા સમયે કૅચ છોડવામાં આવે તો બહુ દુઃખ થાય. જોકે મને લાગે છે કે અમે બાકી ત્રણેય મૅચ જીતીને પ્લે-ઑફમાં પહોંચી શકીશું.' લખનઊનો ટૉપ-ઑર્ડર ફરી વાર ફ્લૉપ ગયો. છેલ્લી થોડી મૅચોથી મિચલ માર્શ, એઇડન માર્કરમ અને નિકોલસ સારું નથી રમી શક્યા. જોકે કૅપ્ટન પંતે તેમના બચાવમાં કહ્યું,ટૉપ-ઑર્ડર સફળ રહે તો એ મૅચમાં મજા પડી જાય. જોકે તેઓ દરેક મૅચમાં સારું રમે એ શક્ય નથી. રમતમાં આવું બન્યા જ કરે.’

આ પણ વાંચો ટેસ્ટના રૅન્કિંગમાં ભારત નીચે ઊતર્યું, પણ વન-ડે અને ટી-20માં હજી પણ…

લખનઊની હવે પછીની ત્રણ મૅચનું શેડ્યૂલ આ મુજબ છેઃ

  • 9મી મેએ બેંગલૂરુમાં આરસીબી સામે,
  • 14મી મેએ અમદાવાદમાં ગુજરાત સામે
  • 18મી મેએ હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button