IPL 2025

બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ

બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની ટીમે પહેલી વખત આઈપીએલ (IPL 2025)માં જીત મેળવી, જેથી તેની ખૂશીમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (chinnaswamy Stadium)માં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન થયેલી ભાગદોડમાં કુલ 11 લોકોના મોત થયાં હતાં. આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કર્ણાટક સરકારને આ કાર્યક્રમ દરમિયાન જોખમોની ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેના કારણે આ ભાગદોડ થઈ અને નિર્દોષ લોકોનો જીવ ગયો હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે લખેલા પત્રમાં થયો મોટો ખુલાસો

ઘટનાની વાત કરવામાં આવે તો, 4 જૂને થયેલી દુર્ઘટના બાબતે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એમએન કરીબાસવન ગૌડા (DCP MN Karibasavana Gowda) દ્વારા લખાયેલ એક પત્ર ટોચના અમલદારોને વિધાન સૌધા ખાતે આરસીબીના સન્માન સમારોહ દરમિયાન સંભવિત ભીડ અને સુરક્ષાના અભાવ અંગે ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં યોગ્ય સીસીટીવી કવરેજનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ બનશે તેની પ્રશાસનને જાણ કરવામાં આવેલી

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પત્ર લખીને જાણ કરી હતી આ આ કાર્યક્રમ દરમિયાન લાખો લોકો આવી શકે તેવી સંભાવના છે. જેથી સુરક્ષા કર્મીઓ માટે આ ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જશે. સુરક્ષકર્મીઓ ઓછા હોવાથી બંદોબસ્ત માટે પણ સમસ્યા આવશે તેવો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, પહેલા આરસીબી ટીમનું પહેલા વિધાનસભા મંડળે સમન્મા કર્યુ હતુ તે બાદ M ચિન્નાસ્વામી સ્ટેડિયમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાગદોડ માટે બી દયાનંદને કર્ણાટક ગૃહ વિભાગે સસ્પેન્ડ કર્યા

મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમ માટે કોની પરવાનગી લેવામાં આવી? સુરક્ષા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? મળતી વિગતો પ્રમાણે આ ઘટનાના એક દિવસ પછી કર્ણાટક ગૃહ વિભાગે આરસીબીના વિજય ઉજવણી દરમિયાન આયોજન અને સંકલનમાં ગંભીર ખામીઓનો ઉલ્લેખ કરીને બી દયાનંદને સસ્પેન્ડ કરી દીધા. જો કે, અત્યારે આ ભાગદોડ માટે રાજકીય નેતાઓ પણ એકબીજાર આરોપ લગાવી રહ્યાં છે. ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, તમે ભીડને કાબૂમાં રાખવાની વ્યવસ્થામાં નિષ્ફળ રહ્યાં. કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ કહ્યું, ‘બધાને ખબર હતી કે આરસીબીની જીત પછી મોટી સંખ્યામાં લોકો આવશે. તેમ છતાં કોઈ પૂરતી સુરક્ષા કે ટ્રાફિકના પગલાં લેવામાં આવ્યા ન હતા.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button