બેંગલુરુ નાસભાગ કેસની તપાસ સીઈઆઈડીને સોંપવામાં આવી, ભાજપ નેતાએ લગાવ્યો આવો આરોપ | મુંબઈ સમાચાર
IPL 2025નેશનલ

બેંગલુરુ નાસભાગ કેસની તપાસ સીઈઆઈડીને સોંપવામાં આવી, ભાજપ નેતાએ લગાવ્યો આવો આરોપ

બેંગલુરુઃ કર્ણાટક સરકારે શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબીની વિજય પરેડ દરમિયાન થયેલી નાસભાગની ઘટનાનો સીઆઈડી તપાસનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા.

તપાસના ભાગરૂપે, સીઆઈડી અધિકારીઓએ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની ઓફિસની મુલાકાત લીધી હતી. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ટોચના વરિષ્ઠ અધિકારીઓ, સચિવ એ. શંકર અને ખજાનચી ઈ.એસ. જયરામે બુધવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમના પદો પરથી રાજીનામા આપ્યા હતા. આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે બુધવારે બનેલી ઘટનાની નૈતિક જવાબદારી આ બંને અધિકારીઓએ સ્વીકારી હતી. બેંગલુરુ પોલીસે ગુરુવારે આઈપીએલ ફ્રેન્ચાઇઝી વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરસીબીને સ્ટેડિયમમાં આ ઇવેન્ટ યોજવાની પરવાનગી નહોતી.

ભાજપના નેતા અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારના હાથ લોહીથી રંગાયેલા છે ત્યારબાદ આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ભાજપના નેતાએ તેમને સીધા જવાબદાર ઠેરવ્યા હતા અને 4 જૂનની નાસભાગના સંબંધમાં તેમના રાજીનામાની માંગ કરી હતી. સત્ય બહાર લાવવા માટે હાઈ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસની માંગ કરતા, તેમણે આ ઘટના બદલ બેંગલુરુ પોલીસ કમિશનર બી. દયાનંદ અને અન્ય ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી હતી.

આ પણ વાંચો -‏‏‎ બેંગલુરુ ભાગદોડ કેસમાં વિરાટ કોહલી વિરુદ્ધ એફઆઇઆર અંગે પોલીસે આપ્યો આ જવાબ

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર બુધવારે સાંજે નાસભાગ થઈ હતી. મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહો RCBની IPL વિજયની ઉજવણીમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી, કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, અને રાજ્ય સરકારે દુર્ઘટનાની તપાસ કરવા માટે નિવૃત્ત હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જ્હોન માઇકલ ડી કુન્હાની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ પંચની નિમણૂક કરી હતી.

Back to top button