
પટણાઃ આ વખતની આઈપીએલ સિઝનના નવોદિત સુપરસ્ટાર ક્રિકેટર તરીકે વૈભવ સૂર્યવંશીનું નામ લેવાય છે. નાની ઉંમરમાં આક્રમક બેટિંગ કરીને ભલભલા સિનિયર ક્રિકેટરને આશ્ચર્યમાં નાખનારા વૈભવ સૂર્યવંશીની અહીંના એરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત થઈ. આ મુલાકાત તો આકસ્મિક હોઈ શકે છે, પરંતુ એના અંગે સોશિયલ મીડિયા પર લોકોમાં કૌતુક જાગ્યું હતું.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
આજે વૈભવ સૂર્યવંશીની પટણા એરપોર્ટ ખાતે અચાનક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત વખતે વૈભવ પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા. વૈભવની સાથે તેના માતાપિતા પણ ઉપસ્થિત હતા.
આ સિઝનમાં 206.55નો સ્ટ્રાઈક રેટ રહ્યો
14 વર્ષના વૈભવે આ વખતે રાજસ્થાન રોયલ્સ વતી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૈભવે ગુજરાત ટાઈટન્સ (જીટી) સામે આક્રમક બેટિંગ કરીને તબાહી મચાવી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામેની મેચમાં 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, જે ભારતનો સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકાનાર બેટરનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં કુલ સાત મેચ રમ્યો છે, જેમાં 252 રન બનાવ્યા હતા. એવરેજ 36.00થી બેટિંગ કરી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 206.55ની સ્ટ્રાઈક રહી હતી. કુલ 122 બોલમાં 18 ચોગ્ગા અને 24 સિક્સર ફટકારી હતી.
બેટિંગથી દંગ રહી ગયો હતો શાર્દુલ ઠાકુર
14 વર્ષના સૂર્યવંશીએ આઈપીએલની સિઝનમાં 19 એપ્રિલ, 2025ના લખનઊ સુપર જાયન્ટ્સની સામે જયપુરમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી મેચમાં પહેલા બોલે સિક્સર સાથે 20 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં બોલર શાર્દુલ ઠાકુર પણ આક્રમક બેટિંગ જોઈને આશ્ચર્યચકિત રહી ગયો હતો.
આપણ વાંચો: મુંબઈમાં રહેતા પંજાબ કિંગ્સના આ પ્લેયરે વર્લ્ડ રેકોર્ડ રચ્યો
ઝડપી સદી ફટકારવાનો વિક્રમ
28 એપ્રિલ 2025ના ગુજરાત ટાઈટન્સ સામે તેને 38 બોલમાં 101 રન ફટકાર્યા હતા. 35 બોલમાં સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ રચ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સેન્ચુરી મારનારા ભારતીય ક્રિકેટર બન્યો હતો. બીજી બાજુ આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી નાની ઉંમરે સેન્ચુરી લગાવનાર (સૌથી નાની ઉંમર 14 વર્ષ 33 દિવસ) ક્રિકેટરનું સન્માન મળ્યું હતું. એ મેચમાં તેને 17 બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા, જ્યારે આઈપીએલમાં ઝડપી ફિફ્ટી ફટકારી હતી. એની ટવેન્ટી-20માં પણ સૌથી નાની ઉંમરે ફિફ્ટી લગાવનાર ક્રિકેટર બન્યો હતો.
સૂર્યવંશીને 1.10 કરોડમાં ખરીદ્યો
આઈપીએલ 2025ના ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. તેની બેસ પ્રાઈસ 30 લાખ રુપિયા સુધી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.