સ્પોર્ટસ

Parthiv Patel બન્યો ગુજરાત ટાઈટન્સનો બેટિંગ કોચ અને આસિસ્ટન્ટ

અમદાવાદઃ Gujarat Titans: આઈપીએલ 2025ને લઈ તમામ ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા બાદ વધુ એક આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ પૂર્વ ગુજરાતી ક્રિકેટરને મોટી જવાબદારી સોંપી છે. ગુજરાત ટાઈટન્સે ભારતના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલને આગામી સિઝન માટે આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે વરણી કરી છે. ફ્રેન્ચાઇઝી દ્વારા આજે આ જાણકારી આપવામાં આવી હતી.

IPL 2025 Parthiv Patel as Gujarat Titans Assistant and Batting Coach
Image Source: Gujarat Titans X Post

ફ્રેન્ચાઇઝીએ નિવેદનમાં જણાવ્યું, ગુજરાત ટાઈટન્સે આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે પાર્થિક પટેલની નિમણુક કરી છે. પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેનના 17 વર્ષના શાનદાર કરિયરનો અનુભવ ટીમને કામ લાગશે. નિવેદનમાં જણાવાયા મુજબ, ટાઈટન્સ આઈપીએલના આગામી સત્રની તૈયારી કરી રહ્યું છે અને આ સ્થિતિમાં પાર્થિવની બેટિંગ ટેકનિક ખેલાડીઓના કૌશલ્ય વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે.

આ પણ વાંચો: IPL 2025: આ યુવા બેટ્સમેન કરશે KKRની કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત

પહેલી વાર કોચની ભૂમિકામાં જોવા મળશે

પાર્થિવે 2020માં ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. પ્રથમ વખત તે આઈપીએલમાં કોચની ભૂમિકામાં નજરે પડશે. આઈપીએલની ગત ત્રણ સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સના ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કરતો હતો. પાર્થિવ આઈએલટી20ની પ્રથમ સિઝનમાં એમઆઈ અમીરાતના બેટિંગ કોચ હતો.

પાર્થિવ પટેલની કેવી રહી છે ક્રિકેટની કરિયર

પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વન ડે અને બે આંતરરાષ્ટ્રીય ટી20 રમ્યો છે. જેમાં તેણે અનુક્રમ 934 રન, 736 રન અને 36 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અનુક્રમ 71 રન, 95 રન અને 26 રન છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.78ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે.

2020માં નિવૃત્તિ પછી કોમેન્ટેટરનું કામ કર્યું

આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોર 81 રન છે. પાર્થિવે 2002માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 2003માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ડેબ્યૂ અને 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ડેબ્યૂ કર્યું હતું. 2008માં તેણે પંજાબ કિંગ્સ સામે ઈપીએલ ડેબ્યૂ કર્યુ હતું. ડિસેમ્બર 2020માં નિવૃત્ત થયા બાદ તે એનાલિસ્ટ અને કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે.

ગુજરાત ટાઇટન્સ 2022માં આઈપીએલ વિજેતા બન્યું હતું

ગુજરાત ટાઇટન્સે 2022માં તેની ડેબ્યૂ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટાઇટલ જીત્યું હતું અને 2023માં રનર્સ-અપ થયું હતું. પછી હાર્દિક પંડ્યા તેની જૂની આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સ તેની 14માંથી માત્ર પાંચ મેચ જીતી શક્યું અને IPL 2024 પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button