સ્પોર્ટસ

બાવીસમી માર્ચે આઇપીએલની પ્રથમ મૅચ આ બે ટીમ વચ્ચે રમાશે

નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) આઇપીએલની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ છે અને મળતા અહેવાલો મુજબ આ વખતની સીઝનમાં એની પ્રથમ મૅચ શનિવાર, બાવીસમી માર્ચે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે રમાશે. એવું મનાય છે કે આ પ્રારંભિક મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થશે.

આરસીબીએ રજત પાટીદારને નવા કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે, પણ કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ શ્રેયસ ઐયરનો અનુગામી નથી જાહેર કર્યો. શ્રેયસ હવે પંજાબની ટીમમાં છે અને એ ટીમનું સુકાન સંભાળશે.

આ પણ વાંચો: રોહિત અને બુમરાહ સાથે આઇપીએલમાં રમવાથી ઘણું શીખવા મળશેઃ રિકેલ્ટન

આઇપીએલ-2025ની ફાઇનલ પચીસમી મેએ રમાશે એવી પણ જાણકારી મળી છે અને આખી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બહાર પડવાનું બાકી છે એ સંજોગોમાં કહેવાય છે કે ગઈ સીઝનની રનર-અપ સનરાઇઝર્સ હૈદરાબાદનો પ્રથમ મુકાબલો રવિવાર, 23મી માર્ચે બપોરે રાજસ્થાન રૉયલ્સ સામે થશે.

23મી માર્ચે સાંજે ચેન્નઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મૅચ રમાશે.
10 ટીમ વચ્ચેની આઇપીએલની નવી સીઝન વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પૂરી થયા પછી 12 દિવસ બાદ શરૂ થશે.
આ વખતની આઇપીએલ 10 ટીમના હોમટાઉન ઉપરાંત ગુવાહાટી તથા ધરમશાલામાં પણ રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button