IPL 2025: કેએલ રાહુલ RCB માં સામેલ થશે? પંત, રોહિત, બુમરાહ અને સુર્યા અંગે પણ મોટી અપડેટ
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન (IPL 2025) ઘણી રોમાંચક રહેવાની છે, આવનાર સિઝનમાં ઘણા ખેલાડીઓ હાલ જે ટીમમાં રમે છે, એથી બીજી જ ટીમમાં રમતા જોવા મળી શકે છે. આ વખતે IPLનું મેગા ઓક્શન (IPL Mega Auction) યોજાવાનું છે. તમામ ટીમોને માત્ર ચાર-ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, બાકીના તમામ ખેલાડીઓને છુટા કરવા પડશે.
જો કે, મેગા ઓક્શન પહેલા પણ કેટલાક ખેલાડીઓની અદલાબદલી થઇ શકે છે. નિયમો અનુસાર, ટીમો ઓક્શન પહેલા ખેલાડીઓને ટ્રેડ કરી શકે છે. આ દરમિયાન IPL 2025ની હરાજી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ (KL Rahul) અને ઋષભ પંત(Rishabh Pant) ટીમ છોડી શકે છે. એલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સમાંથી અને ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો સાથ છોડી દેશે. એહેવાલ મુજબ કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પરત ફરી શકે છે, રાહુલ આ પહેલા પણ RCB તરફથી રમી ચૂક્યો છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ શકે છે.
આ પણ વાંચો :OMG, એક્ટિંગ છોડી ટીચર બની ગઈ Aishwarya?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર થઇ શકે છે. મુંબઈના ત્રણ મેચ વિનર ખેલાડીઓને ટીમ છોડી શકે છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમ છોડી શકે છે.
ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા પણ ટીમ છોડી શકે છે.
જોકે, હજુ સુધી ફ્રેન્ચાઈઝી ખેલાડીઓએ આ ફેરફારો અંગે સ્પષ્ટતા કરી નથી.