
મુંબઈ: ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ICC Champions Trophy 2025માં ભારત તરફથી નથી (Jasprit Bumrah Injury) રમી રહ્યો. ભારતીય ટીમને બુમરાહની ખોટ વર્તાઈ રહી છે, તેના ચાહકો તેને મિસ કરી રહ્યા છે. એવામાં બુમરાહ અંગે મહત્વના અપડેટ મળ્યા છે, બુમરાહે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. અહેવાલ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો હોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહની પીઠમાં ખેંચાણ થયું હતું. IPL સીઝન શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી, ત્યારે તેનું ફીટ થઇ જવું મુંબઈ ઇન્ડિયન્સ માટે જરૂરી છે. પહેલા જસપ્રીત બુમરાહના IPLના પર તર્ક વિતર્કો થઇ રહ્યા હતાં, એવામાં બુમરાહે નેટ્સમાં પ્રેક્ટીસ શરુ કરતા MIના ફેન્સને રાહત થઇ છે.
Also read: જસપ્રીત બુમરાહ જીત્યો આઇસીસીનો આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર, પાંચમો ભારતીય બન્યો જેણે…
ફિટનેસ પર કામ:
ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ODI અને T20 સિરીઝમાં પણ બુમરાહે ભાગ લીધો ન હતો. જોકે, બુમરાહ હાલ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે. IPL સીઝન શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સારા સમાચાર છે. જસપ્રીત બુમરાહ સ્વસ્થ થઇ જતા વિરોધી ટીમના બેટર્સની મુશ્કેલીઓ વધશે.
IPLમાં બુમરાહનું પ્રદર્શન:
મુંબઈ ઈન્ડિયન્સે 2013 ની IPL હરાજીમાં જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારથી તે સતત મુંબઈ ઈન્ડિયન્સનો અભિન્ન ભાગ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં જસપ્રીત બુમરાહનું મોટું યોગદાન રહ્યું છે. જસપ્રીત બુમરાહ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 133 મેચ રમી છે. જેમાં તેણે 22.5 ની એવરેજ અને 7.30 ની ઇકોનોમીથી 165 વિકેટ લીધી છે.