IPL 2024સ્પોર્ટસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ વખતે યુવરાજ સિંહે કહી આ મોટી વાત…

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઇ ગઇ છે. ODI વર્લ્ડ કપમાં ત્રીજી ટ્રોફી કબજે કરવાની ભારત માટે આ એક શ્રેષ્ઠ તક છે. ત્યારે યુવરાજ સિંહે કહ્યું હતું કે મને લાગે છે કે તે અત્યારે આપણી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ઓસ્ટ્રેલિયાએ 2003ના વર્લ્ડ કપમાં તેમના નામે કર્યો હતો. અમે સારું રમ્યા અને ફાઇનલમાં પહોંચ્યા છતાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું. આ વખતે મને લાગે છે કે ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં બહુ વિચારીને રમવું પડશે નહિતો ભારત તેમને મોદાનમાં પછાડી દેશે.

નોંધનીય છે કે અગાઉ ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલ મેચ 23 માર્ચ 2003ના રોજ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા તે સમયે મેચ 125 રનથી જીતીને ચેમ્પિયન બન્યું હતું. ત્યારે આ વખતે ભારત પાસે બદલો લેવાની તક છે. ખાસ બાબત તો એ છે કે આ વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હાર્યું નથી. સતત નવ લીગ મેચો જીત્યા બાદ ભારતે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું.

જો કે ઓસ્ટ્રેલિયા દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણે છે. તેણે ઘણી વખત વર્લ્ડ કપ જીત્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સેમીફાઈનલમાં પણ પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કે બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો હતો.

ભારતના સુકાની રોહિતે પણ ઓસ્ટ્રેલિયાની પ્રશંસા કરી હતી અને તેમને એક પરફેક્ટ ટીમ કહી હતી. રોહિત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમની ટીમ એક જોરદાર ટીમ છે. તેઓ હંમેશાં પોતાના સક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખે છે. તેમની સાથે મેચ રમતી વખતે ભારતની ટીમ પર ઘણું દબાણ આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button