
ભારત સહિત વિશ્વભરના તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. આજે ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રસાકસીભરી જંગ રમાઇ રહી છે. ત્યારે વર્લ્ડ કપમાં ઉપયોગમાં લેવાતી અલગ અલગ ટેકનોલોજી વિશે જાણવું રસપ્રદ થઇ રહેશે..
સ્માર્ટ બોલ ટેકનોલોજી- ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં સ્માર્ટ બોલ ટેકનોલોજીના ઉપયોગ વડે બોલની સ્વિંગ સ્પીડ વિશે જાણવા મળે છે. જેને કારણે ટીમને મેચની રણનીતિ તૈયાર કરવામાં મદદ મળે છે. વર્ષ 2019-2020ની મેચ દરમિયાન આ ટેકનોલોજીનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્પીડ ગન્સ ટેકનોલોજી- આ એક પ્રકારનું ડિવાઇસ છે, જેના દ્વારા બોલરે જે સ્પીડે બોલ ફેંક્યો હોય તેની રીઅલ ટાઇમ સ્પીડની ગણતરી કરી શકાય છે, આ ટેકનોલોજીને લીધે સ્ક્રીન પર સ્કોર પટ્ટીમાં બોલિંગ સ્પીડ જોવા મળે છે.
AR-VR ટેકનોલોજી- મેચમાં જ્યારે પ્રિવ્યુ બતાવવાનો થાય ત્યારે વર્ચ્યુઅલ રિઆલિટી અને ઓગ્મેન્ટેડ રિઆલિટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીની મદદથી પ્રિવ્યુ, બોલર અને બેટ્સમેનની ટેકનીકનું એનાલિસીસ કરી શકાય છે.
SNICKO/SNICKOMETER ટેકનોલોજી- આ એક પ્રકારની સિસ્ટમ હોય છે જેના વડે બેટ અને બોલના સાઉન્ડ રેકોર્ડ થાય છે. આ ટેકનોલોજીને કારણે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવામાં મદદ મળે છે.
સ્પાઇડર કેમ- બર્ડ આઇ વ્યુ- ટીવી, મોબાઇલ, ટેબ-લેપટોપમાં મેચ જોતા દર્શકો માટે આ એક ખાસ પ્રકારની સુવિધા છે. આ એક કેમેરા એન્ગલ છે જેના વડે સ્ક્રીન પર મેચ જોતા દર્શકોનો વ્યૂઇંગ એક્સપિરીઅન્સ આહ્લાદક બને છે.
LED સ્ટમ્પ્સ- બોલ અથવા વિકેટકીપર જ્યારે સ્ટમ્પને ટચ કરે કે તરત સ્ટમ્પ્સ પર LED લાઇટ્સ ઓન થઇ જાય છે. લાલ રંગની લાઇટ્સ ઓન થાય એટલે તરત ખેલાડીના પર્ફોર્મન્સનું અનુમાન લગાવી શકાય છે. આ LED સ્ટમ્પ્સની કિંમત 40000થી 50000 USD ડોલર્સની હોય છે.