IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ પૂરો, પણ 48 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો, જાણી લો નવી માહિતી

નવી દિલ્હીઃ ઘરઆંગણે રમાયેલો વન-ડે વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે, પરંતુ આ વર્લ્ડ કપમાં સર્જાયેલો વિક્રમો લોકોથી અજાણ્યા રહ્યા છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં બેટર માટે સૌથી શાનદાર રહ્યો હતો. ટૂર્નામેન્ટમાં આ વખતે સૌથી વધુ સિક્સર અને ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જે 48 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.

1975થી શરુ કરવામાં આવેલો આ 13મો વર્લ્ડ કપ હતો, જેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ સિક્સર અને ચોગ્ગા ફટકારવાને કારણે ક્રિકેટપ્રેમીઓ ખુશ થઈ ગયા હતા.

ભારતના ઘરઆંગણે રમાયેલી વન-ડે મેચમાં વર્લ્ડ કપમાં સૌથી વધુ 644 સિક્સર મારવામાં આવી હતી, જે અગાઉની 12 વર્લ્ડ કપ કરતા સૌથી વધુ છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2019ના વર્લ્ડ કપમાં 463 સિક્સર મારવામાં આવી હતી, જે એક રેકોર્ડ હતો.

2019માં બેટરોએ સૌથી વધુ સિક્સર મારીને નવો વિક્રમ નોંધાવ્યો હતો. 181 વધુ સિકસર મારી હતી. આ વખતના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએઐ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 31 સિક્સર મારી હતી. આ ઉપરાંત, ટૂર્નામેન્ટમાં 40 સદી થઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાના કિવન્ટન ડીકોકે સૌથી વધુ ચાર સેન્ચુરી મારી હતી. ડીકોક પછી બીજા નંબરે વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટ કોહલીએ પણ ત્રણ સદી મારી હતી.

વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર કર્યો છે, જેમાં અગિયાર મેચમાં અગિયાર ઈનિંગમાં 765 રન કર્યા હતા, જેમાં ત્રણ સદી અને છ હાફ સેન્ચુરી કરી હતી. કોહલીએ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button