IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર જીત, ન્યૂ ઝીલેન્ડને 190 રનથી હરાવ્યું

બજરંગ બલિના ભક્ત કેશવ મહારાજે ઝડપી સૌથી વધુ વિકેટ

પુણેઃ અહીંના મહારાષ્ટ્ર નેશનલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વન-ડે વર્લ્ડ કપની 32 મેચમાં બંને ટીમમાં આફ્રિકા મજબૂત ટીમ હોવાનું પુરવાર કર્યું હતું. કિવિઓના સુકાની ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણયમાં નબળા સાબિત થયા હતા, પરંતુ આફ્રિકાની ટીમ મજબૂત હોવાનું પુરવાર કરીને ન્યૂ ઝીલેન્ડને કચડી નાખ્યું હતું. પહેલા રમતમાં આવેલી દક્ષિણ આફ્રિકાએ પચાસ ઓવરમાં 357 રનનો પડકારજનક સ્કોર કર્યા પછી મજબૂત બોલિંગ કરીને ન્યૂ ઝીલેન્ડને 190 રને હરાવ્યું હતું.

આફ્રિકા વતીથી ડી કોક અને ડસેનની આક્રમક સદીને કારણે મજબૂત સ્કોરે પહોંચ્યું હતું, ત્યારબાદ બીજા દાવમાં કિવિઓ રમતમાં આવ્યા હતા, પરંતુ ન્યૂ ઝીલેન્ડની ટીમના બેટરોએ રીતસર આફ્રિકાના બોલરો સામે ઘૂંટણિયા ટેક્યા હતા. 35.3 ઓવરમાં 167 રને ઓલઆઉટ થયું હતું, પરિણામે આફ્રિકાએ 190 રનના મોટા માર્જિનથી જીત્યું હતું. વન-ડે વર્લ્ડ કપમાં છઠ્ઠી જીત સાથે આફ્રિકાની સેમી ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આજની મેચમાં ડસેનને પ્લેયર ઓફ મેચ આપવામાં આવ્યો હતો.

બજરંગ બલીના ભક્ત અને આફ્રિકાના સ્ટાર બોલર કેશવ મહારાજે શાનદાર બોલિંગ નાખી હતી, જેમાં નવ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી, ત્યારબાદ મેરકો જેન્સને આઠ ઓવરમાં ત્રણ વિકેટની સાથે જીરાલ્ડ કોટ્જીએ બે, રબાડાએ એક વિકેટ ઝડપી હતી. આમ છતાં છ ઓવર ફેંક્યા છતાં લુંગા નગિદિને વિકેટ મળી નહોતી.

ન્યૂ ઝીલેન્ડની વિકેટ તબક્કાવાર પડી હતી, જેમાં વિલ યંગ, ડેરિલ મિશેલે સાવ સામાન્ય સ્કોર કર્યો હતો, પરંતુ તેના સિવાય તમામ બેટરે (ડેવોન કોન્વે, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ, મિચેલ સેન્ટનર, ટીમ સાઉધી, જેમ્સ નીશમ) વિકેટ ગુમાવતા ન્યૂ ઝીલેન્ડ હાર્યું હતું. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ આઠ રને પડી હતી, જ્યારે બીજી વિકેટ (રવિન્દ્રની) 45 રને, ત્રીજી વિકેટ 56 રને, ચોથી વિકેટ 67 રને, પાંચમી વિકેટ 90 રને, 100 રને છઠ્ઠી, 109 રને સાતમી, 110 રને આઠમી વિકેટ પડી હતી.

અત્યાર સુધીમાં પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ છ મેચમાં વિજય સાથે 12 પોઈન્ટ ધરાવે છે. બીજા ક્રમની આફ્રિકાએ સાત મેચમાં છ મેચ જીતવા (એક હાર) સાથે 12 પોઈન્ટ થયા છે, જ્યારે ત્રીજા ક્રમની ન્યૂ ઝીલેન્ડની ટીમ સાત મેચમાં ચાર જીત અને ત્રણ હાર સાથે આઠ પોઈન્ટ પર રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress