
મુંબઈઃ આજની વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં શ્રી લંકાને ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય ભારે પડ્યો હતો. ભારતીય ટીમની ત્રણ બેટરની ત્રિપુટી (શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર)ની ભાગીદારીને કારણે ભારતે શ્રી લંકાને 358 રનનો પડકારજનક સ્કોર આપ્યો હતો, પરંતુ બીજા દાવમાં આવેલી શ્રીલંકાની ટીમ રીતસર પાણીમાં બેઠી હતી, જેમાં રમાય છે ત્યારે દસ ઓવર(14 રન)માં છ વિકેટ પેવેલિયન ભેગી ગઈ હતી.
વર્લ્ડ કપની અત્યાર સુધીની મેચમાં શ્રીલંકાની શરમજનક ઈનિંગ રહી હતી, જેમાં પહેલા બોલે બુમરાહ વિકેટ ઝડપી હતી. શૂન્ય રને પથુમ નિશાંકાની વિકેટ પડી હતી, ત્યારબાદ કરુણારત્ને પણ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે કુશલ મેન્ડિંસની વિકેટ સિરાજે ઝડપી હતી. કેપ્ટન કમ વિકેટ કિપર કુશન મેન્ડિસે દસ બોલમાં એક રન બનાવ્યા હતા, જ્યારે બાકી ત્રણેય બેટરે ઝીરો રન બનાવ્યા હતા. દુશન હેમંતા પણ ઝીરોમાં આઉટ થયો હતો.
મહોમ્મદ સિરાજે ચોથી વિકેટ પણ સદીરા સમરવિક્રમાની ઝડપી હતી. પહેલી ચાર વિકેટ તબક્કાવાર બે રનના સ્કોરમાં પડી ગઈ હતી, જેમાં ઝીરો રને (પહેલી ઓવરના પહેલા બોલમાં) પહેલી, ત્યારબાદ બે રને બીજી કરુણારત્ને, ત્રીજી એસ. સમરવિક્રમા અને ચોથી કે મેન્ડિસની વિકેટ પડી હતી. પાંચમી અને છઠ્ઠી વિકેટ 14 રને પડી હતી.
પહેલા સ્પેલમાં મહોમ્મદ સિરાજે ત્રણ અને જસપ્રીત બુમરાહે એક વિકેટ ઝડપીને શ્રી લંકાને દબાણમાં લાવ્યા હતા. પહેલી દસ ઓવર પૂરી થયા પહેલા બંને બોલરમાંથી સિરાજે બે મેડન ઓવર નાખી હતી, જ્યારે બુમરાહે એક ઓવર મેડન નાખી હતી. બીજા સ્પેલમાં મહોમ્મદ શામીએ પહેલી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. મેડન ઓવર નાખીને શમીએ બે વિકેટ લીધી હતી.