બેંગલુરુઃ અહીંના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં ભારતનો નેધરલેન્ડ સામે વિજય થયો હતો. પહેલી બેટિંગમાં ભારતીય ટીમે 410 રનનો પડકારજનક સ્કોર બનાવ્યા પછી ભારતીય ટીમે નેધરલેન્ડની ટીમને ઝડપથી ઘરભેગા કરવા માટે નવ બોલરની અજમાઈશ કરી હતી, જેમાં ઓપનર વિરાટ કોહલી સહિત રોહિત શર્માને મહત્ત્વની વિકેટ મળી હતી. જોકે, વિરાટ કોહલીએ વિકેટ ઝડપ્યા પછી અનુષ્કા સહિત સ્ટેડિયમના દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા.
આજની મેચમાં ભારતીય બેટરની માફક બીજા દાવમાં બોલરોએ પણ રંગ રાખ્યો હતો, જેમાં સૌથી વધુ વિકેટ બુમરાહ, મહોમ્મદ સિરાજ, કુલદીપ યાદવે લીધી હતી, જ્યારે વિરાટ સહિત રોહિત શર્માએ એક લીધી હતી. સૌથી મોંઘો બોલર સૂર્યકુમાર યાદવ રહ્યો હતો, જેમાં બે ઓવરમાં 17 રન આપ્યા હતા. 48મી ઓવર રોહિત શર્માએ લીધી હતી, જેમાં એક વિકેટ ઝડપીને નેધલેન્ડરને ઘરભેગું કર્યું હતું. 47.5 ઓવરમાં નેધરલેન્ડ 250 રનમાં ઓલઆઉટ થયું હતું, જેમાં સતત વન-ડે વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. નેધરલેન્ડ સામે ભારત 160 રનના સૌથી મોટા માર્જિનથી જીત્યું હતું. આજે મેન ઓફ ધ મેચ શ્રેયસ અય્યરને આપવામાં આવી હતી, જેમાં શ્રેયસ અય્યરે પાંચ સિક્સર અને 10 ચોગ્ગા સાથે 94 બોલમાં 128 રન કર્યા હતા.
આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહ, મહોમ્મદ સિરાજ, મહોમ્મદ શામી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને સુકાની રોહિત શર્માએ બોલિંગ ફેંકી હતી. કોહલીએ આ વર્લ્ડ કપની પહેલી વિકેટ ઝડપતા સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કા ઝૂમી ઉઠી હતી. સ્કોટ એડવર્ડ (સુકાની કમ વિકેટ કિપર)ને કોચ એન્ડ બોલ્ડ કરાવ્યો હતો. એડવર્ડે 30 બોલમાં 17 રન કર્યા હતા, જોકે, વિરાટ કોહલીએ વિકેટ ઝડપ્યા પછી અનુષ્કાના ચહેરા પર અઢળક ખુશી જોવા મળી હતી. કોહલીએ વિકેટ લીધા પછી સ્ટેડિયમમાં કોહલીના નારા ગૂંજવા લાગ્યા હતા. આ અગાઉની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા પછી બાકીના ત્રણ બોલ વિરાટ કોહલીએ ફેંક્યા હતા.
નેધરલેન્ડ વતીથી તેજા નિડામનુરુ, એન્જલબ્રેચે સૌથી વધુ રન કર્યા હતા. એન્જલબ્રેચે 80 બોલમાં 45 રન કર્યા હતા, ત્યારબાદ કોલિન એકરમને 32 બોલમાં 35 રન કર્યા હતા. આજની મેચમાં નેધરલેન્ડની ટીમે તબક્કાવાર વિકેટો ગુમાવી હતી, જેમાં પહેલી પાંચ રને પડી હતી, ત્યારબાદ 66 રને બીજી, 72 રને ત્રીજી, 111 રને ચોથી, 144 રને પાંચમી, 172 રને છઠ્ઠી, સાતમી વિકેટ 208 રને, આઠમી વિકેટ 225 રને, 236 રને નવમી વિકેટ તથા 250 રને તેજાની વિકેટ રોહિત શર્માએ ઝડપી હતી.
નેધરલેન્ડ સામે ભારતના આ વિજય સાથે વર્લ્ડ કપમાં 18 પોઈન્ટ સાથે મોખરાના સ્થાને રહ્યું છે, જ્યારે આગામી સેમી ફાઈનલની મેચ કિવિઓ સામે રહેશે. સેમી ફાઈનલની મેચ મુંબઈના વાનખેડે સ્ડેડિયમમાં રમાડવામાં આવશે.
Taboola Feed