ચેન્નઈ: ગઈકાલે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની વચ્ચેની રમાયેલી રસાકસીથી ભરપૂર મેચમાં છેલ્લી ઓવર અને લાસ્ટ વિકેટની ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને પાકિસ્તાન સામે એક વિકેટે જીતવાની તક મળી હતી. આ જીત વચ્ચે હવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કેશવ મહારાજનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ભગવાનની સ્તુતિ કરતો હોય એમ લાગે છે, જ્યારે સોશ્યલ મીડિયા પર પણ લોકો તેના અંગે જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન સામે બોલિંગ વખતે મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે. અલબત્ત, પહેલી ઈનીંગમાં બોલિંગ વખતે તે આંખો બંધ કરીને ભગવાનની સ્તુતિ કરે છે અને આ કારણથી આફ્રિકા જીત્યું હોવાની યુઝર પ્રતિક્રિયા આપે છે. અમુક લોકો કહે છે કે તેના બેટમાં પણ ઓમ લખ્યું છે, જે શક્તિએ જીતાડ્યું.
બીજી સૌથી મહત્વની વાત એ કે ભારતીય મૂળના કેશવ મહારાજ હનુમાનજીના પરમ ભક્ત છે. ભારતીય મૂળના કેશવ દક્ષિણ આફ્રિકામાં રહે છે, પરંતુ ભારતીય રીત-રિવાજોને સંપૂર્ણપણે અનુસરે છે. બધા હિન્દુઓ પણ તહેવારો ઉજવે છે. કેશવ મહારાજ પણ ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભારત સાથે સંબંધ ધરાવે છે.
જોકે દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડરના બેટર નિષ્ફળ ગયા પછી પણ આફ્રિકન બેટર સરલતાથી જીતી જશે એમ લાગતું હતું, પણ તબકકાવાર વિકેટ ગુમાવી હોવાને કારણે પાકિસ્તાન હારની બાજી જીતી જાય એમ લાગતું હતું. નવમી વિકેટ પછી બીજા 10 રન કરવાનું આફ્રિકા માટે મુશ્કેલ લાગતું હતું. દસમી અમે અગિયારમાં ક્રમે રમતા કેશવ મહારાજે મેચ જીતવા મન મક્કમ કરતા છેવટે જીતાડ્યા હતા.
નવમી વિકેટ (લુંગી નગિડી 14 બોલમાં ચાર) 260 રને પડી હતી. જોકે ત્યાર બાદ આફ્રિકાને જીતવા માટે બીજા 12 રન કરવાના હતા, જેમાં એક વખત રન આઉટ થતા બચ્યા હતા. આમ છતાં ધીરજ ગુમાવ્યા વિના બને બેટરે એક એક રન લઇને જીતાડય્યું હતું. 16 બોલ બાકી રહ્યા હતા ત્યારે કેશવ મહારાજ (21 બોલમાં સાત રન) તબરેઝની ભાગીદારીથી આફ્રિકાને એક વિકેટે જીતાડ્યું હતું.