આઈપીએલ ઓક્શન વખતે ઋષભ પંતે એવું શું કર્યું કે લાઈમલાઈટમાં આવ્યો?

દુબઈઃ દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન ઋષભ પંતે અનોખો ઈતિહાસ રચ્યો છે, જેમાં આઈપીએલ ઓક્શનમાં સક્રિયપણે હિસ્સો લેનાર સુકાની છે. પંતે આઈપીએલ ઓક્શનમાં હિસ્સો લઈને એક નવો જ વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. આઈપીએલ લીગ 2024ની ઓક્શનમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો હતો. અકસ્માતને કારણે વર્લ્ડ કપ સહિત અન્ય સિરીઝમાં રમી નહીં શકનારા ઋષભ પંતે પહેલી વખત મોટા મંચ પર જોવા મળ્યો હતો.
આઈપીએલ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવશે. પંતની ગેરહાજરીને કારણે દિલ્હી કેપિટલ્સનું સુકાનીપદ ડેવિડ વોર્નરને મળ્યું હતું. પંત નહીં રમવાને કારણે દિલ્હીનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું.
25 વર્ષના પંતે આઈપીએલની લાઈવ ઓક્શનમાં ભાગ લેનારો પહેલો કેપ્ટન બન્યો હતો. ઓક્શન દરમિયાન ઋષભ પંત, સૌરવ ગાંગુલી, રિકી પોન્ટિંગ સાથે ઓક્શન ટેબલ પર જોવા મળ્યો હતો, જ્યારે બોલી પણ લગાવી હતી.
પંત ઓક્શન માટે ટીમના પ્લાનિંગમાં સામેલ રહ્યો હતો. ફ્રેન્ચાઈઝી સૂત્રોએ કહ્યું હતું કે તેને કોચ પોન્ટિંગની સાથે બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે 30 ડિસેમ્બરના વહેલી સવારના રુરકી ખાતે પંતને ભયંકર અકસ્માત નડ્યો હતો.
ઋષભ પંતે આઈપીએલના પ્રદર્શનની વાત કરીએ તો 98 મેચ રમ્યો છે, જેમાં 2,838 રન બનાવ્યા છે. પંતે 33 ટેસ્ટમાં 2,271 રન બનાવ્યા છે. 30 વન-ડેમાં 865 રન બનાવ્યા છે, જ્યારે ટવેન્ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલની 66 મેચમાં 987 રન બનાવ્યા હતા.