IPL 2024સ્પોર્ટસ

આઇપીએલમાં કેપ્ટન તરીકે વિરાટે ફટકાર્યા સૌથી વધુ રન, જીત મામલે ધોની નંબર 1

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ માટે તમામ 10 ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ વખતે આઈપીએલ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. પ્રથમ સીઝન 2008માં રમાઈ હતી. તે સમયે રમનારા કેપ્ટનોમાં મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો છે જે આ સીઝનમાં પણ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે વિરાટ કોહલીએ 2021 આઈપીએલ પછી જ કેપ્ટનશિપ છોડી દીધી છે. જોકે, આ બંને કેપ્ટન તરીકે કેટલાક રેકોર્ડના મામલે હજુ પણ ટોપ પર છે.


કેપ્ટન તરીકે આઇપીએલમાં સૌથી વધુ રન કરવા મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 143 મેચોમાં આરસીબીની કેપ્ટનશિપ કરી અને 41.97ની એવરેજથી 4994 રન કર્યા હતા. વિરાટે આઇપીએલમાં કેપ્ટન તરીકે પાંચ સદી અને 37 અડધી સદી ફટકારી હતી.


આ સાથે જ ધોની બીજા નંબર પર છે. તેણે 226 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી અને 39.83ની એવરેજથી 4660 રન કર્યા હતા જેમાં 22 અડધી સદી સામેલ છે. રોહિતે 158 મેચોમાં મુંબઈની કેપ્ટનશિપ કરી અને 28.07ની એવરેજથી 3986 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 25 અડધી સદી ફટકારી હતી.


આઇપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ધોનીના નામે છે. તેણે બે ટીમની કેપ્ટનશીપ કરી છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો સમાવેશ થાય છે. તેની કેપ્ટનશીપમાં ધોનીએ 226માંથી 133 મેચ જીતી છે. તે 91 મેચમાં હારી ચૂક્યો છે, જ્યારે બે મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતુ.


આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈએ 158માંથી 89 મેચ જીતી છે, જ્યારે 69માં હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરે 143 મેચમાંથી 66 જીતી, 70માં હાર મળી છે જ્યારે ત્રણ મેચ ટાઈ રહી હતી.


ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ગંભીર ચોથા નંબર પર છે. તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી અને કોલકાતાએ કુલ 129 મેચ રમી અને 71માં જીત મેળવી હતી. તેની ટીમ 57માં હારી ગઈ હતી. એક મેચ ટાઈ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress